Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સેંકડો ઇન્ડિયન અમેરિકન તબીબો તથા મેડિકલ સ્ટાફ કોરોના વાઇરસ વિરુદ્ધની લડતમાં શામેલ : ગ્રીન કાર્ડની ચિંતા કર્યા વિના અને રાત દિવસ જોયા વિના રાઉન્ડ ધ ક્લોક સેવાઓ આપી વતનની સંસ્કૃતિ દીપાવી રહ્યા હોવાના અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે પણ સેંકડો ઇન્ડિયન અમેરિકન તબીબો સેવામાં લાગી ગયા છે.હજારો ભારતીયો ગ્રીન કાર્ડ બેકલોગમાં છે.જેઓને અમેરિકાનું નાગરિકત્વ ક્યારે મળશે તેની ચિંતા છે.તેવા સંજોગો વચ્ચે પણ ભારતીય સંસ્કૃતિને દીપાવી રહેલા સેંકડો ઇન્ડિયન અમેરિકન તબીબો કોરોના વાઇરસને મહાત કરવાની લડતમાં જોડાઈ ગયા છે.જેમાં ઈંટરનીસ્ટ શાંતિ ભૂષણ ,લંગ સ્પેશિયાલિસ્ટ અને આઇસીયુ ફિઝિશિયન નિતેશ જૈન ,સહિતના અનેક તબીબો રાત દિવસની ચિંતા કર્યા  વિના રાઉન્ડ ધ ક્લોક સેવાઓ આપી વતનની સંસ્કૃતિ દીપાવી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:42 pm IST)