Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અમેરિકાના જ્યોર્જિયામાં 24 એપ્રિલ સુધી સ્કૂલો બંધ : ગવર્નર બ્રાયન કેમ્પનો આદેશ

એટલાન્ટા :વર્તમાન કોરોના વાઇરસના સંજોગોને ધ્યાને લઇ  જ્યોર્જિયા ગવર્નર બ્રાયન કેમ્પએ સ્ટેટની તમામ સ્કૂલો 24 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે.જે 27 એપ્રિલ સોમવારે સંજોગો મુજબ નિર્ણય લઇ ચાલુ કરાશે ત્યાં સુધી સ્ટુડન્ટ્સ ,વાલીઓ ,તથા શિક્ષણ કર્મીઓને સહકાર આપવા અપીલ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
તેમણે આ સમય દરમિયાન એજ્યુકેશન સાથે સંકળાયેલા તમામ લોકોની કાળજી લેવાશે તેમ જણાવ્યું છે.તથા સમય સંજોગો પ્રમાણે સલાહ સૂચન કરતા રહેવા અનુરોધ કર્યો છે.

(2:22 pm IST)