Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

દેશના પરિવર્તનની શરૂઆત : અજિત પવારને ગઠબંધનમાં યોગ્ય સ્થાન અપાશે : સંજય રાઉત

ભાજપે અધોરી વિદ્યાનો પ્રયોગ કર્યો પરંતુ મહારાષ્ટ્રની જનતાએ તમામ ધ્વસ્ત કરી દીધું

મુંબઈ : મહારાષ્ટ્રમા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમા સરકારની રચના થવા જઈ રહી છે. જેમાં ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે ૬.૪૦ વાગે શિવાજી મેદાનમા શપથ ગ્રહણ કરશે. જો મહારાષ્ટ્રમા થયેલા આ બદલાવ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ દેશના પરિવર્તનની શરૂઆત છે. તેમણે કહ્યું કે અજીત પવારને પણ ગઠબંધનમા યોગ્ય સ્થાન આપવામા આવશે તેમણે મોટું કામ કર્યું છે.

 સંજય રાઉતે પ્રેસ કોન્ફરસન સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભાજપ તરફથી અધોરી વિદ્યાનો પ્રયોગ કરવામા આવ્યો હતો. પરંતુ મહારાષ્ટ્રની જનતાએ તમામ ધ્વસ્ત કરી દીધું છે. આ પ્રકારના પ્રયોગ નહીં ચાલે તેમજ મહારાષ્ટ્રના બદલાયેલા રાજકીય સમીકરણોની અસર અન્ય રાજયમા પણ જોવા મળશે.

(12:11 pm IST)