Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

માતોશ્રી પહોંચી દિવંગત પિતાની તસ્વીર સમક્ષ ઉદ્ધવ ઠાકરેએ માથું નમાવી વદન કર્યા

મુંબઈ : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવારે રાજીનામું ધરી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો ત્યારબાદ મુખ્યપ્રધાન પદેથી દેવેન્દ્ર ફડણવીસે પણ રાજીનામું આપ્યું હતું. અંતે શિવસેના-એનસીપી-કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક યોજાઇ હતી જેમાં સર્વાનુમતે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

               એનસીપી -કોંગ્રેસ-શિવસેનાની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યાં હતા. ત્યાં તેમણે દિવંગત પિતા બાલા સાહેબ ઠાકરેની તસવીર સમક્ષ માથું નમાવી વંદન કર્યા હતા

(11:12 pm IST)