Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સેબીએ બદલ્યા માર્જિનના નિયમો

શેર વેચવાના ૨ દિ' પછી જ શેર ખરીદી શકાશે

કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગશે : ૨૨ ટકા દેવું પડશે : ૧લી ઓગસ્ટથી અમલ

મુંબઇ તા. ૨૭ : શેરબજાર ઉપર માર્જિનનો નવો માર પડયો છે. હવે કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિક લાગશે. હવે કેશ સેગમેન્ટમાં ઓછામાં ઓછા ૨૨ ટકા માર્જિન આપવું પડશે. T+2 સેટલમેન્ટ બાદ જ પૈસાનો ઉપયોગ થઇ શકશે. એટલે કે જો સોમવારે શેર વેંચ્યા હોય તો બુધવારે જ નવો સોદો કરી શકાશે. તેની BTST કે STBTના વોલ્યુમ પર અસર પડી શકે છે. હવે હોલ્ડીંગના શેર વેચવા હોય તો પણ માર્જિક લાગશે NSE-BSEFAQ જારી કરેલ છે. માર્જિનના નવા નિયમો તબક્કાવાર લાગુ થશે. ૧લી ઓગસ્ટથી તે લાગુ થશે જો કે બ્રોકર્સ અને ગ્રાહકોની મુશ્કેલી વધશે. ડિલીવરી વેચવા પર માર્જિનને લઇને ચિંતા વ્યકત થઇ છે. ડિલીવરીવાળા શેર પર કોઇ માર્જિક હોવું ન જોઇએ. ૫ લાખ સુધીના સોદા પર માર્જિન ન હોવું જોઇએ. નવા નિયમોથી કેશમાં વોલ્યુમ પર અસર પડશે.

શેરબજારમાં કામ કરતા દરેક રોકાણકારો માટે ખાસ અગત્યનું : તા. ૦૧-૦૮-૨૦૨૦ થી અમલમાં આવે તે રીતે SEBI દ્વારા ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમના મોટા ભાગના નિયમો અઘરા છે પરંતુ દરેક રોકાણકારો એ તેનો અમલ કરવો પડશે..

નિયમ નં. ૧

દરેક રોકાણકારોએ કોઈપણ સોદો કરતા પહેલા એટલે કે શેર્સની ખરીદ અથવા વેચાણ કરતા પહેલા માર્જિન જમા કરાવવું પડશે. દરેક સ્ક્રિપ પ્રમાણે અલગ અલગ માર્જિન હોય છે તે પ્રમાણે માર્જિન જમા કરાવવું પડશે. જો જમા કરાવેલ માર્જિન ઓછું હશે તો પેનલ્ટી ભરવી પડશે જે સીધી BSE/NSE  એકસચેંજમાં જમા થશે.

નિયમ નં. ૨

રોકાણકાર પોતાના ડીમેટ ખાતાના શેર્સ વેચવા માટે પણ પૂરેપૂરું માર્જિન ભરવું પડશે. IPOમાં લાગેલા શેર્સ વેચવા માટે પણ પૂરેપૂરું માર્જિન ભરવું પડશે.

એક કંપનીના શેર વેચીને તેની સામે બીજા શેર્સ લઇ શકાશે નહીં. જો પ્રમાણે કરવું હશે તો ડબલ માર્જિન ભરવું પડશે અથવા એક બાજુ નું માર્જિન ભરી ને 2 દિવસ રાહ જોવી પડશે.

નિયમ નં. ૩

BTST એટલે કે આજે લઇ ને કાલે વેચશો તો ડબલ માર્જિન ભરવું પડશે. દા.ત તમે આ XYZ કંપની ના શેર ખરીદવા માંગો છે જેનું માર્જિન 30% છે તો તમારે તે કંપનીના Rs.10000 ના શેર્સ ખરીદવા માટે 30%માર્જિન એટલે કે Rs.3000 પહેલા જમા કરાવવા પડશે. હવે તમે તે ખરીદેલા શેર્સ બીજા દિવસે વેચવા માટેઙ્ગ બીજા Rs.3000 જમા કરાવવું પડશે. આમ Rs 10000 ના શેર્સ ની લે-વેચે માટે Rs 6000 માર્જિન જમા કરાવવું પડશે

નિયમ નં. ૪

રોકાણકાર જયારે તેના ડીમેટ ખાતામાંથી શેર્સ વેચશે તેવા સંજોગોમાં રોકાણકારના મોબાઈલ નં. તથા ઇમેઇલ ઉપર OTP આવશે. તે OTP ફકત 10 મિનિટ માટે ચાલશે. રોકાણકારે આ OTP ફકત 10 મિનિટમાં વેબસાઈટ ઉપર એન્ટર કરશે પછી જ શેર્સ તેના ખાતામાંથીઙ્ગ બ્રોકરના ખાતામાં જશે. જે રોકાણકાર આ OTP એન્ટર કરવાનું ચુકી જશે તેના શેર્સનું લિલામ/Auction થશે. જેનું નુકશાન રોકાણકારે ભોગવવાનું રહેશે. આવા નિયમના લીધે દરેક રોકાણકારે સ્માર્ટ ફોન સાથે ઈન્ટરનેટ ફરજીયાત ચાલુ રાખવું પડશે. સિનિયર સિટિઝન રોકાણકારો એ શેરબજારનું કામ લગભગ બંધ કરી દેવું પડશે. દરેક રોકાણકારો એ પોતાના કામધંધા બાજુ પર મૂકીને OTP ની રાહ જોવી પડશે.

થોડા મહિનાઓ પહેલા SEBIના ચેરમેન અજય સિન્હાએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રોકાણકારોએ રોકાણ કરવા માટે ડાયરેકટ શેરબજારમાં રોકાણ કરવાના બદલે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ જવું જોઈએ. આ ફકત આપની જાણકારી માટે.

(3:50 pm IST)
  • દેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 48,931 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 14,36,018 કેસ થયા :4.84,053 એક્ટિવ કેસ :કુલ 9,18,734 દર્દીઓ રિકવર :વધુ 702 લોકોના મોત :મૃત્યુઆંક 32,810 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9431 કેસ : તામિલનાડુમાં નવા 6986 કેસ :દિલ્હીમાં વધુ 1075 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 7627 કેસ: કર્ણાટકમાં નવા 5197 કેસ :ઉત્તર પ્રદેશમાં 3246 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2341 કેસ :બિહારમાં 2605 નવા કેસ, રાજસ્થાનમાં 1132 કેસ અને આસામમાં 1142 નવા કેસ અને ઓરિસ્સામાં 1376 કેસ નોંધાયા access_time 12:43 am IST

  • રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ વચ્ચે નવો વળાંક : બીએસપીએ પોતાના છ ધારાસભ્યોને આપ્યો વહીપ : અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તે કોંગ્રેસ સામે પોતાનો વોટ આપે. : અશોક ગેહલોટની વધશે મુશ્કેલી : બીએસપી એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દસમી અનુસૂચીત અંતર્ગત કોઈ રાજ્યમાં આખી પાર્ટીનો વિલય અસંવૈધાનિક છે: ધારાસભ્યો વહિપનો અનાદર કરશે તો કાયદા હેઠળ કાર્યવાહીની ચીમકી access_time 12:43 am IST

  • મુખ્યમંત્રી રાહત નિધિમાંથી તાકિદે ૨૪૪ કરોડ ફાળવાયા : રાજકોટ-વડોદરાને ૧૦-૧૦ કરોડ : અમદાવાદ કોર્પોરેશનને રૂ.૫૦ કરોડ : સુરત કોર્પોરેશનને રૂ.૧૫ કરોડ : રાજકોટ અને વડોદરાને ૧૦-૧૦ કરોડ : ભાવનગર-જામનગર-ગાંધીનગર કોર્પોરેશનને ૫-૫ કરોડ : અમદાવાદ માટે ૧ કરોડના ટોસિલિજુમેળ ઇન્જેકશનની ખરીદી કરાઇ access_time 3:45 pm IST