Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજકોટમાં મચી ગયો ખળભળાટ : નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા : બે યુવક અને એક મહિલાનો કેસ આવ્યો કોરોના પોઝિટિવ રિપોર્ટ : શહેરમાં હવે કુલ કોરોનાના 8 કેસ પોઝિટિવ થયા

11 પૈકી 3 ના રિપોર્ટ આવ્યા પોઝિટિવ જ્યારે 9 દર્દીના રિપોર્ટ આવ્યા નેગેટિવ : ત્રણેય દર્દી હાલ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ : ત્રણેય નવા કેસ સોસાયટી ટ્રાન્સમિશન ના હોવાનું મનાય છે : ચિંતા ઘેરાઈ

રાજકોટ : રાજકોટમાં વધુ ૩ કોરોનાના પોઝીટીવ કેસ ર યુવક ૧-મહિલાને કોરોના પોઝીટીવ આવતા શહેરમાં મોટો ખળભળભાટ : રાજકોટમાં કુલ ૮ કેસ થયા : ગુજરાતમાં કુલ ૪૭ કેસ : અગાઉના પોઝીટીવ કેસોના સંપર્કમાં આવતા માનવ-ટુ-માનવ આ ત્રણ કેસમાં ૩૭ વર્ષનો એક પુરૂષ વિદેશથી આવેલ છે, ૩૯ વર્ષના પુરૂષ અને ૩૩ વર્ષની મહિલાને અન્યોના ચેપ લાગવાથી કોરોના થયો છે.

ત્રણેય દર્દી હાલ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. આજે ૧૧ સેમ્પલ લેવાયા હતા તેમાં ૩ પોઝીટીવ અને ૮ નેગેટીવ આવ્યા છે. કેસો પ્રસર્યાનું મનાય છે.

રાજકોટમાં ત્રણ પોઝિટિવ કેસમાં 150 ફૂટ રિંગ રોડના નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના એકતા એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષીય યુવાન તેમજ 900 પંચશીલ એપાર્ટમેન્ટ,રોયલ પાર્ક-8 ,કેકે,વી ચોકથી નજીક રહેતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ મહિલાના પતિનો ગઈકાલે કોરોના પોઝિટિવ આવ્યો હતો જયારે આજે તેની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત નાના મૌવા મેઈન રોડ પર તાપસ સોસાયટી વલ્લભાશ્રયમાં રહેતા એક યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે

 રાજકોટમાં આજે ત્રણ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે મહાનગર પાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરાઈ છે પોઝિટિવ કેસના દર્દી જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા એ એપાર્ટમેન્ટના લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા છે જયારે પોઝિટિવ કેસના દર્દીના પરિવારના  7 લોકોને તંત્ર દ્વારા કોરેન્ટાઇન કરી લેવાયા છે

 એક જ દિવસમાં ત્રણ ત્રણ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે,તંત્ર ત્રણ થી ચાર દિવસ સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે

(9:56 pm IST)