Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ત્રણ મહિના લોનના હપ્તા નહીં ચૂકવી શકાય તો ચાલશે

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના વાઇરસના પ્રકોપને જોતાં રિઝર્વ બેન્કના ગવર્નર શકિતકાંત દાસે લોન લેવાવાળા ગ્રાહકોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેન્કે બધી બેન્કો, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની સાથે અન્ય નાણાસંસ્થાઓની ટર્મ લોનના હપતા ત્રણ મહિના ટાળવા માટે અનુમતિ આપી છે.  આને લીધે નાના વેપારીઓ અને મધ્યમ વર્ગને રાહત મળશે. રિઝર્વ બેન્કે બધી બેન્કો, NBFC અને અન્ય નાણાકીય સંસ્થાઓને EMI પર ત્રણ મહિનાના મોરાટોરિયમની પણ અનુમતિ આપી છે. આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યકિત આ ત્રણ મહિના સુધી લોનના હપ્તા ના ભરી શકે તો તેની ક્રેડિટ હિસ્ટરી પર એની નકારાત્મક અસર નહીં થાય. કોરોના વાઇરસ રોગચાળાને કારણે ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ વિક્ષેપ ના પડે, એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કની આ સુવિધા ટર્મ લોન માટે છે – જેવી હોમ લોન માટે છે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત્। એકિઝકયુટિવ ડિરેકટર એકિઝકયુટિવ ડિરેકટર એસ. સી. કાલિયાએ આ મોરિટોરિયમનો અર્થ સમજાવતાં કહ્યું હતું કે જો કોઈ વ્યકિતએ હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોન લીધી છે અને આ ત્રણ મહિના તે હપતા ભરવાની સ્થિતિમાં નથી તો રિઝર્વ બેન્કે આપેલી સુવિધા અનુસાર તે આગામી ત્રણ મહિના સુધી હપતા ના ભરી શકે તો તેની પર કોઈ પેનલ્ટી નહીં લાગે અને તેનો સિબિલ સ્કોર પણ ખરાબ નહીં થાય. જોકે તેની લોનનો સમયગાળો ત્રણ મહિના વધી જશે.

રિઝર્વ બેન્કના આ પગલાથી લાખ્ખો EMI ધારકોને રાહત

રિઝર્વ બેન્કના આ પગલાથી લાખ્ખો EMI ધારકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને એ લોકોને જેમનો વેપાર-ધંધો કોરોના વાઇરસને કારણે લોકડાઉન થયો છે અને આવક અનિશ્ચિત થઈ ગઈ છે. આનો મતલબ એ થયો કે તમે જોઈ બેન્કથી લોન લીધી છે અને દર મહિને એનો હપતો ભરો છો અને કોઈ કારણસર એનો હપતો હાલથી પરિસ્થિતિમાં ત્રણ મહિના સુધી ના ભરી શકો તો તમારો સિબિલ સ્કોર ખરાબ નહીં થાય. જોકે ત્રણ મહિના પછી હપતા ફરી શરૂ થશે.

આ ઉપરાંત કોઈ વેપારી વર્કિંગ મૂડી માટે લોન લીધી હોય અને એ લોનના હપતા ના ભરી શકે તો એને ડિફોલ્ટ (નાદાર) નહીં માનવામાં આવે.

(4:23 pm IST)