Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

નરેન્દ્રભાઈના પગલે વિશ્વઃ બ્રિટનમાં લોકોએ વગાડી ''તાલી''

નવીદિલ્હીઃ કોરોના વાયરસના જંગ જીતવા આખુ વિશ્વ નરેન્દ્રભાઈની રણનીતિ અપનાવી રહ્યુ છે. જે દેશ ભારતની વાત માનવાનો ઈન્કાર કરતા, હવે તે ભારતની સંસ્કૃતિ અને રીત રીવાજો માનવા મજબુર થયા છે. મોદીએ ૨૨ માર્ચે કોરોના વોરીયર્સના સમર્થનમાં સાંજે પાંચ વાગ્યે આખા દેશને તાલી વાગડવા આહવાન કરેલ અને આખા દેશે તેને જબરદસ્ત રીતે વધાવી લીધેલ.

હવે બ્રિટને પણ મેડીકલ સુવીધાઓ સાથે જોડાયેલ લોકો પ્રત્યે આભાર વ્યકત કરવા ગઈકાલે ૨૬ માર્ચે બધા લોકોએ તાલી પાડી અભિનંદન કરેલ. જેમાં વડાપ્રધાન બોરીસ જોનસન સાથે ભારતીય મૂળના નાણા મંત્રી રૂષી સુનકે પણ ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટ બહાર ઉભા રહી તાલી વગાડી ઉત્સાહ વધારેલ.

(4:21 pm IST)