Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

અફઘાનિસ્તાનઃ શીખોના ગુરૂદ્વારા પર હુમલામાં એક ભારતીયનું પણ મોત

તેમના મૃતદેહને ભારત પરત લાવવા થઈ રહેલ પ્રયાસો

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે ગુરૂદ્વારા પર હુમલાના ૨૪ કલાકમાં જ ફરી એક હુમલો થયો છે. આ હુમલો ક્રીમેશન ગ્રાઉન્ડ (સ્મશાન ઘાટ)થી ૫૦ મીટરના અંતરે થયો હતો. અહીં ગુરૂદ્વારા પર થયેલા હુમલાના મૃતકોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા. ગુરૂવારના હુમલામાં એક વ્યકિત ઘાયલ થયો છે.

ભારતે ચિંતા વ્યકત કરતા શિખ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે ભારતીય દૂતાવાસ કાબુલના સુરક્ષા અધિકારીઓ સાથે સંપર્કમાં છે. તેમણે ક્રીમેશન સાઈટ અને ત્યાંથી ઘરે પાછા ફરતા લોકોને જરૂરી સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનું કહ્યુ છે.

કાબુલના ભારતીય દૂતાવાસે જણાવ્યુ છે કે ગુરૂદ્વારા પર થયેલા આતંકવાદી સંગઠન આઈએસના હુમલામાં મૃતકોમાં એક ભારતીય પણ હતો. દૂતાવાસ અનુસાર તિયાનસિંહના પાર્થિવદેહને પાછો લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

(3:38 pm IST)