Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મીડીયા અને મારા દુશ્મનો ઇચ્છે છે કે હું ફરી ચૂંટાઇ ન આવું: ટ્રમ્પ રાતાચોળ

એપ્રિલના મધ્યભાગે-ઇસ્ટર સુધીમાં અમેરીકાનું અર્થતંત્ર ખોલી દેવુ જોઇએઃ ટ્રમ્પ

કોરોના વાયરસને લઇને અમેરિકામાં લોકડાઉન ચાલી રહ્યું છે, જો કે તેની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ખોટા સમાચાર ફેલાવીને આ વાતનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે દેશની ઇકોનોમીને બંધ રાખવામાં આવે એટલે બીજી વખત ચૂંટાયને ના આવી શકે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં બોલતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે મીડિયા ઇચ્છે છે કે ચૂંટણીમાં હું ખરાબ પ્રદર્શન કરું.

 ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પે એવા બધા સમાચારને ખોટા ગણાવ્યાં જેમાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં કરવામાં નિષ્ફળ બતાવામાં આવ્યાં હતા. કોરોના વાયરસના સંક્રમણ સામે અમેરિકામાં માસ્ક અને વેંટિલેટર્સની ઉણપ અમેરિકામાં હાલ મીડિયામાં છવાયેલ છે. જેને લઇને વ્હાઇટ હાઉસની સતત નિંદા કરવામાં આવી રહી છે. જેને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખોટા સમાચાર ગણાવ્યાં.

 કોરોના વાયરસના એકસપર્ટથી અલગ ડોનાલ્ડ ટ્રમ્પે ગત દિવસોમાં કહ્યું હતું કે તેમને લાગે છે કે એપ્રિલના મધ્યમાં ઇસ્ટર સુધી અમેરિકાની ઇકોનોમીને ખોલી દેવી જોઇએ. અમેરિકા આટલા બધા દિવસોના લોકડાઉન માટે તૈયાર નથી. જયારે મેડિકલ એકસપર્ટોનું કહેવું છે કે આવુ કરવું ભયાનક નિવડશે અને જેના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાશે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દાને લઇને મીડિયા પર દ્યણી વખત પ્રહાર કર્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઉટ હાઉસની પત્રકાર પરિષદ બાદ ટ્વિટર પર પણ મીડિયાની ફરિયાદ કરતા જોવા મળ્યાં. ટ્વિટર માધ્યમથી ટ્રમ્પે જણાવ્યું કે હું આખો દિવસ મિટીંગમાં રહ્યો છું, મારી પાસે બેવફુકો માટે સમય નથી. અમે દિવસ-રાત અમેરિકાની સુરક્ષા માટે કાર્ય કરી રહ્યાં છીએ. પત્રકાર પરિષદ દરમિયાન એક રિપોર્ટરે પુછેલા સવાલ પર ટ્રમ્પ થોડા ગુસ્સામાં બોલ્યા કે મારુ માનવું છે કે કેટલાક લોકોને લોકડાઉન જલ્દી ખતમ થઇ જાય તે પસંદ નથી. તેઓ ઇચ્છી રહ્યાં છે કે સારુ થાય કે હું ચૂંટણી હારી જાઉં.

(1:14 pm IST)