Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોનાના લીધે ૨૫ લાખનો લગ્ન ખર્ચ અટકયોઃ માત્ર ૨૫ હજારમાં બે પુત્રો પરણ્યા

સીકરઃ કોરોનાના ખોફ વચ્ચે લગ્નો પણ સાદાઇથી થવા લાગ્યા છે. રાજસ્થાનના લક્ષ્મણગઢ વિસ્તારમાં ખુડી બડી ગામના એક પરિવારે પોતાના બે પુત્રોના લગ્નને લઇને ખુબ જ તૈયારી કરી હતી. લગ્નમાં લગભગ ૧૫૦૦ લોકોનો જમણવાર અને અન્ય તૈયારીઓ ઉપર ૨૫ લાખ ખર્ચ થવાનો હતો. પણ કોરોનાના લીધે બંને પુત્રોના લગ્ન સાદાઇથી કરાયા હતા.

પરિવારે ચાર લોકોની હાજરીમાં લગ્ન કરવાનું નકકી કર્ર્યું અને આખો લગ્ન સમારંભ ૨૫ હજારમાં પૂર્ણ થઇ ગયો. તંત્ર પાસેથી પરવાનગી મેળવી ચાર-ચાર લોકો સાથે જાન કાઢી હતી. લગ્ન સમયે પણ કોઇ બેન્ડ રખાયા ન હતા. બંને પુત્રોના લગ્નની વિધિ પીતાએ ખુબ જ સાદાઇથી પુરી કરેલ

(2:22 pm IST)