Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કરદાતાઓને અપાઇ રાહત

૩૦ જૂન સુધીના રોકાણ પર મળશે કર છૂટ

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના સંકટ વચ્ચે સરકારે સામાન્ય કરદાતાઓને મોટી રાહત આપી છે. સરકારે કર છૂટ મેળવવા માટે રોકાણ કરવાની મુદ્દત ૩૧ માર્ચથી વધારીને ૩૦ જૂન કરી દીધી છે.

કર નિષ્ણાંતોએ જણાવ્યું કે, આ લાખો કરદાતાઓને રાહત આપનારૂ પગલું છે. કોરોના સંકટના કારણે ૩૧ માર્ચ સુધીમાં રોકાણ કરવું ઘણાં લોકો માટે શકય નહોતું કેમકે ઘણી બધી બેંકો પુરી ક્ષમતા સાથે કામ નથી કરી રહી.

આવકવેરાની કલમ ૮૦ સી હેઠળ ટેક્ષ છૂટનો લાભ લેવા માટે ઘણા વિકલ્પો હાજર છે. પીપીએફ, એનએસસી, ટેક્ષ સેવિંગ ટર્મ ડીપોઝીટ અને ઇએલએસએસ વગેરે તેમાં સામેલ છે. ઇએલએસએસ માર્કેટ જોખમોને આધીન છે. તેમાં કરદાતા ૧.૫ લાખ રૂપિયા સુધીનું વાર્ષિક રોકાણ કરીને કરછૂટ મેળવી શકે છે. લોકપ્રિય ટેક્ષ સેવિંગ્સ સ્કીમોમાંની એક પીપીએફે ૧૫ વર્ષોમાં ૮.૫ ટકા વાર્ષિક રીટર્ન આપ્યું છે. જ્યારે એ જ સમયગાળામાં ઇએલએસએસે ૧૪.૮ ટકા રીટર્ન આપ્યું છે.

(1:11 pm IST)