Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના વાયરસ પુરૂષોને બનાવી નાખે છે નપુસંક, આવનારી પેઢીને ખતરોઃ રિસર્ચ

લંડન, તા.૨૭: કોરોના વાયરસથી ફકત આ પેઢીને નહીં આવનારી પેઢીને પણ ખતરો છે, કેમકે પુરુષોનાં સેકસ હોર્મોન્સ પર અસર કરી રહ્યો છે, તેમને નપુંસક બનાવી રહ્યો છે. આના કારણે પુરુષોનાં અંડકોષ ખરાબ થઈ રહ્યા છે. સાથે જ તેમનામાં ઉત્તેજનાની કમી આવી રહી છે. આ વાતનો ખુલાસો કર્યો છે ચીનની એ યૂનિવર્સિટીએ જે વુહાનમાં છે

સ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોનું મુખ્ય હોર્મોન હોય છે જે અંડકોષ, માંસપેશિયો, હાડકા અને વાળ બનાવવામાં મદદ કરે છે. લ્યૂટીનાઇસિંગ હોર્મોન પુરુષ અને મહિલાઓ બંનેમાં હોય છે. આનાથી પુરુષ અને મહિલાઓ ઉત્તેજિત થાય છે. કોરોના વાયરસનાં કારણે પુરુષોની ઉત્ત્।ેજના ખત્મ થઈ રહી છે. સાથે જ પુરુષોની છાતી લટકવા લાગે છે.

વુહાન યૂનિવર્સિટીનાં ઝોન્ગનાન હોસ્પિટલમાં કરવામાં આવેલા અધ્યયનની રિપોર્ટ medRxiv.org પર પ્રકાશિત થઈ છે. ઝોન્ગનાન હોસ્પિટલે આ અધ્યયન કોરોના વાયરસથી બીમાર ૮૧ પુરૂષો પર કર્યું છે. આ ૮૧ પુરુષો ૨૦ થી લઇને ૫૪ વર્ષની ઉંમરનાં હતા. આ તમામ દર્દીઓ વુહાનનાં ઝોન્ગનાન હોસ્પિટલમાં જાન્યુઆરીમાં ભરતી થયા હતા. આ તમામ દર્દીઓનાં સેકસ હોર્મોન્સની તપાસ ત્યારે કરવામાં આવી જયારે આ ઠીક થવાના હતા, કેમકે પુરુષોનાં હોર્મોન્સ પર શું અસર પડી એ બાદમાં દેખાય છે. ઝોન્ગનાન હોસ્પિટલનાં ડોકટરોની ટીમે જોયું કે આ દર્દીઓનાં શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અને લ્યૂટીનાઇસિંગ હોર્મોનનો રેસિયો બગડી રહ્યો છે. આને T/LH રેસિયો કહેવામાં આવે છે.

જો T/LH રેસિયો બગડે છે તો પુરુષોમાં અંડકોષ યોગ્ય રીતે કામ નથી કરતા. તેમા વીર્ય બનવાનું ઓછું થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. સાથે જ સેકસ હોર્મોન્સમાં ઘટાડો થાય છે. જે પુરુષો પર રિસર્ચ કરવામાં આવ્યું તેમાં વ્/ન્ણ્ રેસિયો ૦.૭૪ હતો. એટલે કે સામાન્ય સ્તરનાં અડધાથી પણ ઓછા. આનાથી આગામી પેઢીને ખતરો થશે.

(10:01 am IST)