Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

અમેરિકાના એટલાન્ટામાં ઇન્ડિયન કોન્સ્યુલેટ ઓફિસની સેવાઓ હાલની તકે સ્થગિત કરાઈ : કોરોના વાઇરસના સંજોગોને ધ્યાને લઇ પાસપોર્ટ , OCI , સહિતની સેવાઓ હાલના સંજોગોમાં અનિશ્ચિત મુદત સુધી બંધ

એટલાન્ટા : અમેરિકાના એટલાન્ટામાં આવેલી ઇન્ડિયન કોન્સ્યુલેટ ઓફિસની પાસપોર્ટ ,OCI ,સહિતની સેવાઓ હાલની તકે કોરોના વાઇરસના સંજોગોને કારણે  સ્થગિત કરી દેવાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.વર્તમાન સંજોગોને કારણે અરજદારોને ઇમેલથી કે રૂબરૂ કે પોસ્ટ દ્વારા અરજી ન મોકલવા જણાવાયું છે.સેવાઓ ચાલુ થયે જાણ કરવામાં આવશે
દરમિયાન ખાસ કિસ્સાઓમાં પાસપોર્ટની જરૂર પડ્યે cons.atlanta@mea.gov.in ને પોતાના અનિવાર્ય સંજોગોની જાણ કરતો ઈમેલ મોકલવા જણાવાયું છે.જેથી યોગ્ય જણાયે અરજદારને પ્રક્રિયા શરૂ કરવાની જાણ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)