Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કોંગ્રેસની સરકાર બની તો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે :પ્રિયંકા ગાંધીએ આપ્યું મોટું નિવેદન

મહાગઠબંધન અને વિપક્ષી એકતા પર ઘેરી અસર થવાની શકયતા :

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે તેવામાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનું મોટુ નિવેદન આપતા કહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બની તો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે પ્રિયંકાએ સ્પષ્ટતા કરી હતી કે રાહુલ કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર છે

  . રાહુલ ગાંધીનું નામ કોંગ્રેસ તરફથી વડાપ્રધાન તરીકે જાહેર થવાથી મહાગઠબંધન અને વિપક્ષી એકતા પર ઘેરી અસર થવાની શક્યતા છે .જોકે રાહુલ ગાંધીએ બાબતે કહ્યું હતું કે કોંગ્રેસ કેટલી બેઠકો જીત તેના બાદ પીએમ માટેનો નિર્ણંય લેવાશે બીજતરફ રાહુલ ગાંધીની વડાપ્રધાન તરીકેની જાહેરાત તૃણમૂલ અને રાષ્ટ્રીય જનતા દળને ચૂંટમી પહેલા મંજૂર નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને રાજદના નેતા તેજસ્વી યાદવે અગાઉ સ્પષ્ટતા કરી છે કે ચૂંટણીના પરિણામ બાદ નક્કી થઈ શકે કે વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ બનશે.

   જોકે કર્ણાટકના મુખ્ય મંત્રી એચ.ડી. કુમારસ્વામી અને ડીએમકેના નેતા એમ. સ્ટાલીન રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સપોર્ટ આપી ચુક્યા છેવિપક્ષી દળોની એકતા વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે વારંવાર તુટતી જોવા મળી રહી છે.

 

(12:22 am IST)