Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બૉલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાઈ :મુંબઈ ઉત્તરથી લોકસભા લડે તેવી શકયતા

મુંબઈ :લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવતાની સાથે જ રાજકીય પાર્ટીઓમાં જોડાવાની અને પાર્ટી છોડવાની મૌસમ પૂરબહારમાં ખીલી છે જેમાં રાજકીય નેતાઓ ઉપરાંત ક્રિકેટરો અને બોલીવૂડ સ્ટાર પણ જોડાઈ રહ્યાં છે તેમાં બોલીવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરના કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે

બોલીવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર મુંબઈ ઉત્તર લોકસભાની બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે,

   અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ ઉત્તર લોકસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. બોલીવૂડ અભિનેતા ગોવિંદાએ વર્ષ 2004માં પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન રામ નાઇકને આ બેઠક પરથી હરાવ્યા હતા. નાઈક હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. નાઈકને વર્ષ 2009માં સંજય નિરૂપમે ફરી એક વાર હાર આપી હતી. તો વર્ષ 2014માં ભાજપની લહેરના કારણે શેટ્ટીએ પણ નિરૂપમને હરાવ્યા હતા.

(8:46 pm IST)