Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

દિલ્હીમાં આપ ચાર અને કોંગ્રેસ ત્રણ સીટ પર ચૂંટણી લડે તેવી વકી

નવીદિલ્હી,તા.૨૭: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગે આજે આખરી નિર્ણય જાહેર થઈ શકે તેમ છે. આ માટે દિલ્હીમંા કોંગ્રેસ ત્રણ અને આમ આદમી પાર્ટી ચાર સીટ પર ચૂંટણી લડે તેવી શકયતા છે.

દરમિયાન આ મામલે ચાકોએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આ મુદે વિસ્તૃત ચર્ચા થઈ છે. હાલ તેઓ ગઈકાલે રાતે રાજસ્થાનના પ્રવાસેથી પરત આવી ગયા છે તેથી આજે આ મામલે આખરી નિર્ણય જાહેર થઈ જશે.બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતે જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધી પાર્ટીના પ્રમુખ છે અને તેઓ જે કોઈ નિર્ણય લેશે તે તમામને જાણકારી મળી જશે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અંગે તેમણે જણાવ્યુ કે તેમણે અમને એવુ નથી જણાવ્યુ કે ભાજપને હરાવવાનુ છે પણ જો ગઠબંધન થાય તો તમામે સાથે રહેવુ પડશે. આ અગાઉ શીલા દિક્ષિત અને કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. અને આપ સાથે ગઠબંધન કરવા અંગેનો નિર્ણય તેમના પર છોડવામા આવ્યો .આ દરમિયાન રાહુલ સાથેની વાતચીતમા ગઠબંધન અંગે ફરી બે વાત બહાર આવી હતી. જેમાં શીલા દિક્ષિત અને ત્રણ કાર્યકારી અધ્યક્ષ હારુન યુસુફ, રાજેશ લિલોઠીય અને દેવેન્દ્ર યાદવ સહિત કેટલાંક અન્ય નેતાઓએ કેજરીવાલ સાથે ગઠબંધન નહિ કરવા અને પૂર્વ અધ્યક્ષ અજય માકન, સુભાષ ચોપડા અને તાજદાર બાબર અને અરવિંદરસિંહ લવલીએ ગઠબંધનની તરફેણ કરી હતી.

દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના અહેવાલો વચ્ચે કોંગ્રેસના પ્રદેશ એકમે લોકસભાની ચૂટણી માટે દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જાને ચૂંટણીનો મુદો બનાવવાની વાતનો ઈનકાર કરવામા આવ્યો હતો.પાર્ટીના પ્રદેશ એકમના અધ્યક્ષ શીલા દિક્ષિતે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ રાષ્ટ્રીય મુદાઓ પર ચૂંટણી લડશે.અને તે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજજો આપવાની વાત પ્રચારમા નહિ ઉઠાવે.

(3:46 pm IST)