Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બેંક ઓફ બરોડા ખેડુતોની સુવિધા માટે ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડશે

'બરોડા કિસાન'ના બેનર હેઠળ ખેતીની જરૂરીયાતો અને તેના ઉકેલ આપશે બેંક

મુંબઇ, તા., ર૭: બેંક ઓફ બરોડાએ ખેડુતોને સેવા પુરી પાડતી કંપની સાથે કરાર કર્યો છે. હવેથી 'બરોડા કિસાન'ના બેનર હેઠળ ખેડુતોની જરૂરીયાત અને તેના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. બેંક ઓફ બરોડાએ તેમની આ યોજના આઇબીએમ ઇન્ડીયા સાથે પાર્ટનરશીપમાં કરી છે. ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડવા પાછળનો હેતુ ખેતીની દુર્દશા દુર કરી ખેડુતોને વિશ્વસનીય સેવા ઉપલબ્ધ બનાવવાનો છે. ખેતીના સાધનો અને ખેતીની ઉપજો સંદર્ભે માહીતી પુરી પાડી તેમનું ઉત્પાદન વેચવા અને સાધનો માટે લોન, ધીરાણ સહિતની માહીતી આ પ્લેટફોર્મ મારફત પુરી પાડવામાં આવશે.

બેંક ઓફ બરોડાએ સ્કાયમેટ વેધર સર્વિસીઝ, વેધર રીસ્ક મેનેજમેન્ટ સર્વિસ, બીગ હાટ, એગ્રો સ્ટાર ઇન્ડીયા, ઇએમ-૩ એગ્રી સર્વિસીઝ અને પુર્તી એગ્રી સર્વિસીઝ નામની સેવાઓ માટે કરાર કર્યા છે. બેંક ઓફ બરોડાના મેનેજીંગ ડીરેકટર પી.એસ.જયકુમારએ જણાવ્યું કે ભારતના અર્થતંત્રમાં ખેતી કરોડરજ્જુ સમાન છે. ટેકનોલોજીના ઉપયોગ સાથે ખેતી ક્ષેત્રને આગળ લાવવાની નેમ સાથે અમે આ ડીજીટલ ક્ષેત્ર પુરૂ પાડી રહયા છીએ અને દુર-દુર સુધીના અંતરિયાળ ક્ષેત્રોમાં વસેલા ખેડુત સુધી સુવિધા પહોંચાડીશું. રૂરલ અને એગ્રી બેન્કીંગના હેડ બી.આર.પટેલે જણાવ્યું કે, ભારત હવે ખેતી ક્ષેત્રે નવી ક્રાંતી જોશે.

(3:44 pm IST)