Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મેલેરીયાના કારણે થયેલ મોત એકસીડન્ટ ન કહેવાય

રાષ્ટ્રિય ગ્રાહક પંચના ચુકાદાને નકારતી સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા. ર૭ :.. મીડિયા રિપોર્ટસ અનુસાર, પશ્ચિમ બંગાળના રહેવાસી દેવાશીષ ભટ્ટાચાર્યએ ર૦૧૧ માં હોમ લોન લીધી હતી. તેમણે તેનો વિમો પણ કરાવ્યો હતો, જેના હેઠળ એકસીડેન્ટલ ડેથમાં કંપની કલેમની રકમ લોન હપ્તા ચુકાવવા પડે. થોડા દિવસો  પછી તે આફ્રિકાના દેશ મોઝામ્બીક ગયા, જયાં ર૦૧ર માં મચ્છર કરડવાથી તેને એસેફલાટીસ મેલેરીયા થયો. બિમારી પછી તેના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઇ ગયા જેના કારણે તેનું મોત થયું હતું. પછી તેના કુટુંબીજનોએ આ મોતને એકસીડન્ટ ગણાવીને કલેમ કર્યો.

તે લોકો પશ્ચિમ બંગાળમાં જીલ્લા કન્ઝયુમર ફોરમ પહોંચ્યા, ફોરમે કંપનીને કલેમ ચુકાવી આપવાનો આદેશ આપ્યો પણ કંપનીએ આ આદેશને સ્ટેટ કંઝયુમર કમીશનમાં પડકાર્યો. ત્યાં પણ જીલ્લા ફોરમના ચુકાદાને ગ્રાહય રખાયો. જીલ્લા ફોરમે પોતાના આદેશમાં કહયું હતું કે વિદેશી ધરતી પર મચ્છર કરડવાથી થયેલ મોત એકસીડેન્ટ ગણાય.

જયારે વિમા કંપનીની દલીલ હતી કે તે  વ્યકિતનું મોત ચેપના કારણે થયું છે. કંપનીએ કહયું કે મચ્છર કરડવાથી થયેલ મોત પર્સનલ એકસીડન્ટની શ્રેણીમાં ન મુકી શકાય. કંપની તરફથી વકીલ માધવાણી એ કહયું કે મોઝામ્બીકમાં મેલેરીયાથી મૃત્યુ થવુ એ સામાન્ય છે., વિશ્વ આરોગ્ય સંસ્થાનો વિશ્વ મેલેરીયા રીપોર્ટ ર૦૧૮ જણાવે છે કે ત્યાં લગભગ ૧ કરોડ લોકો મેલેરીયાથી પિડીત છે અને ર૦૧૭ માં મચ્છર કરડવાથી લગભગ સાડા ચૌદ હજાર લોકોના જીવ ગયા છે.

સુપ્રિમનીજસ્ટીસ ચંદ્રચુડના નેતૃત્વ વાળી બેંચે તેમની દલીલોને માન્ય રાખતા કહયું કે આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે, મોઝામ્બીકમાં દર ત્રણ માંથી એક વ્યકિત મેલેરીયાથી પિડીત છે. એટલે મચ્છર કરડવાથી થતી બિમારીને એકસીડન્ટ ન ગણી શકાય. ફલુ અથવા વાયરલ તાવથી પિડીત વ્યકિત એમ ન કહી શકે કે તે દુર્ઘટના ગ્રસ્ત છે.

(11:38 am IST)