Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભાજપના પંધાના ધારાસભ્યે ગાડીની નંબર પ્લેટ ઉપર લખાવ્યું ચોકીદાર :ટ્રાફિકનો દંડ ભરવાનો વારો આવ્યો

પોલીસે અટકાવ્યો તો કહ્યું મેં મારી ગાડી પરથી ધારાસભ્ય લખેલી પ્લેટ હટાવી દીધી છે. પણ ચોકીદાર પ્લેટ કેમ ન લગાવી શકીએ

મધ્યપ્રદેશના એક ધારાસભ્યે પોતાની ગાડીની નંબર પ્લેટ ઉપર ચોકીદાર લખવું ભારે પડ્યું છે ખંડવાથી લોકસભાના ઉમેદવાર નંદકુમાર સિંહ ચૌહાણના સ્વાગત માટે પંધાના ધારાસભ્ય રામ દાંગોરે ખંડવા આવ્યા હતા. ત્યાં આચાર સંહિતા તેમજ રંગપંચમીને લઈને પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી.

 શહેરના ઈંદિરા ચોક પર પોલીસ જવાન વાહનોને રોકીને, નંબર સિવાય નંબર પ્લેટ પર કંઈ લખેલું હોય તેવા વાહનોને રોકી રહ્યા હતા. ત્યારે પંધાના ધારાસભ્ય રામ દાંગોરેની ગાડી ત્યાંથી પસાર થઈ તેમની ગાડીની નંબર પ્લેટની ઉપર બીજી એક નંબર પ્લેટ લાગેલી હતી. જેના પર ચોકીદાર પંધાના લખેલું હતું. તેના પર પોલીસે તેમના વાહનને રોકી લીધું. ચેકિંગ કરનાર પોલીસ અધિકારીએ ચોકીદાર લખેલી નંબર પ્લેટ હટાવવાની તરત સૂચના આપી હતી

   જોકે ચોકીદાર ધારાસભ્યે પોલીસ અધિકારીની સૂચનાનો વિરોધ કર્યો હતો  અને કહ્યું કે મેં મારી ગાડી પરથી ધારાસભ્ય લખેલી પ્લેટ હટાવી દીધી છે. પણ ચોકીદાર પ્લેટ કેમ લગાવી શકીએ. જોકે સમગ્ર ઘટનાને ભાજપના ધારાસભ્યે  રાબેતામુજબ  કોંગ્રેસને જવાબદાર ગણાવ્યું હતું .

(12:00 am IST)