Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બાકી વેતન ચુકવી દેવા માટે જેટના પાયલોટની ઉગ્ર માંગ

નેશનલ એવિયેટર્સ ગિલ્ડ દ્વારા એસબીઆઈને પત્ર : એસબીઆઈના વડા રજનીશકુમારને મળવા માટે ઇચ્છા

મુંબઈ, તા. ૨૬ : જેટ એરવેઝને લઇને કટોકટી વધુ ગંભીર બની રહી છે ત્યારે સ્થાનિક પાયલોટોના યુનિટ નેશનલ એવિયેટર્સ ગિલ્ડે બાકી વેતન ચુકવણીને લઇને ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન રજનીશકુમારને પત્ર લખ્યો છે અને તેમને મળવા માટેનો સમય માંગ્યો છે. એસબીઆઈના નેતૃત્વમાં લોન આપનાર જૂથ દ્વારા નરેશ ગોયલની કંપનીના અધિગ્રહણના એક દિવસ બાદ નેશનલ એવિયેટર્સ ગિલ્ડ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ગિલ્ડે છેલ્લા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે, જો તેમના બાકી વેતનની ચુકવણી તથા કંપનીને પાટા ઉપર લાવવાની રુપરેખા ૩૧મી માર્ચ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં તો તેના ૧૧૦૦ સભ્યો પહેલી એપ્રિલથી ઉંડાણ ભરશે નહીં. ૧૧૦૦ પાયલોટો ફરજ પરથી દૂર થશે. કંપનીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે જેટ એરવેઝના સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ અને તેમના પત્નિ અનિતા ગોયલે હોદ્દાથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે તેમની હિસ્સેદારી વર્તમાન ૫૦.૧ ટકાથી ઘટીને ૨૫.૫ ટકા થઇ ગઈ છે. આ ફેરફારન ીસાથે જ સાથી કંપની ઇતિહાદની હિસ્સેદારી પણ ઘટીને ૧૨ ટકા થઇ ગઈ છે. સમજૂતિ હેઠળ એસબીઆઈના નેતૃત્વમાં બેંકો તાત્કાલિકરીતે ૧૫૦૦ કરોડ રૂપિયાની રકમ એરલાઈન્સમાં ઠાલવશે. સાથે સાથે ૯૭૦૦ કરોડના દેવાને ઇક્વિટીમાં ફેરવી દેશે. નવી મૂડીની સાથે કંપનીમાં બેંકોની હિસ્સેદારી ૫૦.૧ ટકા થઇ ગઇ છે. આવનાર દિવસોમાં ગિલ્ડ જેટમાં રહેલા ૧૬૦૦ પાયલોટો પૈકી ૧૧૦૦ પાયલોટોનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

(12:00 am IST)