Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટનના નવનિયુક્ત પ્રેસિડન્ટ તરીકે સુશ્રી થારા નરસિંહમ ચૂંટાઈ આવ્યા : સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટનો વિક્રમ : વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી સંજય જૈનની પસંદગી

હ્યુસ્ટન : તાજેતરમાં હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટનના નવા ડિરેક્ટર બોર્ડની પસંદગી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમવાર એક મહિલા પ્રેસિડન્ટ બન્યાના વિક્રમનું સર્જન થયું છે.સુશ્રી થારા નરસિંહમ નવનિયુક્ત પ્રેસિડન્ટ તરીકે પસંદ થયા છે.જયારે વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી સંજય જૈનની પસંદગી થઇ છે.બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અન્ય સભ્યોમાં શ્રી ગોપાલ અગરવાલ,શ્રી હેમંત જાદવ,શ્રી ભરત પેલ્લોડ,શ્રી ગિરીશ નાયક,શ્રીમતી રંગનાથન,શ્રી પાર્થ ક્રિષ્નાસ્વામી,સુશ્રી ભાવના લુથરા,શ્રી સોમાંશ અગરવાલ,શ્રી સ્વપન ધૈર્યવાન,શ્રી વિજય પલોડ,શ્રી ટુપીલ નરસિંહમ,શ્રી વિનોદ મંત્રી,શ્રી ભગવાન ભૂટા,શ્રી સંજય જાજુ,શ્રી માર્ક રામ,શ્રી રાજેશ બક્ષી,શ્રી રાજ શાહ,નો સમાવેશ થાય છે.તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)