Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ કહ્યું હું અહીં ફરી આવીશ : ટૂંકસમયમાં મોટી ટ્રેડ ડીલ કરીશું

અમેરિકા પરત જતા ટ્રમ્પએ કહ્યું પ્રધાનમંત્રી મોદી સાથે ઘણા મુદ્દાઓ પર વાત થઇ : ભારત-અમેરિકા વચ્ચે ઘણા ઘનિષ્ઠ સંબંધ

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પુરો કરીને અમેરિકા જવા રવાના થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- મારા માટે આ બે દિવસ વિશેષ રહ્યા છે. હું અહીં ફરી આવીશ. હું જ્યારે માત્ર બિઝનેસમેન હતો ત્યારે એક વખત ભારત આવ્યો હતો. ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું. પ્રધાનમંત્રી મોદી સાથે ઘણા મુદ્દાઓ પર વાત થઇ. ભારત-અમેરિકા વચ્ચે ઘણા ઘનિષ્ઠ સંબંધ છે.

બે દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે મંગળવારે મોડી સાંજે ડિનર માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ રાષ્ટ્રપતિ ભવનમાં રાખેલી ઐતિહાસિક કલાકૃતિઓ વિશે જાણકારી મેળવી હતી. દરબાર હોલમાં બન્ને દેશા રાષ્ટ્રપતિએ સાથે તસવીર ખેંચાવી હતી.

(1:07 am IST)
  • સરકારે પાક વિમા યોજના મરજીયાત જાહેર કરી access_time 3:52 pm IST

  • દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે દિલ્હીની હિંસા માટે મોદી સરકાર ઉપર તડાપિટ બોલાવી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ઇન્ટેલિજન્સ ફેઈલ ગઈ છે. access_time 11:00 pm IST

  • સેવા નિવૃત પૂર્વ આઈ પી એસ ઓફિસર વણઝારાને નિવૃત્તિના 6 વર્ષ પછી પ્રમોશન : 1987 ની બેચના અધિકારી 31 મે 2014 ના રોજ સેવા નિવૃત થયા હતા : ઇશરત જહાં અને સોહરાબુદીન શેખ કેસમાં 7 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ ક્લિનચીટ મળતા 29 સપ્ટેમ્બર 2007 થી પ્રમોશનનો અમલ કરાયો access_time 8:23 pm IST