મુખ્ય સમાચાર
News of Tuesday, 25th February 2020

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ કહ્યું હું અહીં ફરી આવીશ : ટૂંકસમયમાં મોટી ટ્રેડ ડીલ કરીશું

અમેરિકા પરત જતા ટ્રમ્પએ કહ્યું પ્રધાનમંત્રી મોદી સાથે ઘણા મુદ્દાઓ પર વાત થઇ : ભારત-અમેરિકા વચ્ચે ઘણા ઘનિષ્ઠ સંબંધ

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પુરો કરીને અમેરિકા જવા રવાના થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- મારા માટે આ બે દિવસ વિશેષ રહ્યા છે. હું અહીં ફરી આવીશ. હું જ્યારે માત્ર બિઝનેસમેન હતો ત્યારે એક વખત ભારત આવ્યો હતો. ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું. પ્રધાનમંત્રી મોદી સાથે ઘણા મુદ્દાઓ પર વાત થઇ. ભારત-અમેરિકા વચ્ચે ઘણા ઘનિષ્ઠ સંબંધ છે.

બે દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે મંગળવારે મોડી સાંજે ડિનર માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ રાષ્ટ્રપતિ ભવનમાં રાખેલી ઐતિહાસિક કલાકૃતિઓ વિશે જાણકારી મેળવી હતી. દરબાર હોલમાં બન્ને દેશા રાષ્ટ્રપતિએ સાથે તસવીર ખેંચાવી હતી.

(1:07 am IST)