Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્ર : અજિત પવારે હવે ઇતિહાસનુ પુનરાવર્તન કર્યુ છે

પહેલા અજિત પવારે મુખ્યપ્રધાન બનવા પાર્ટી છોડી હતી : એનસીપીમાં વિભાજનની સ્થિતી : ભત્રીજાના નવા દાવથી શરદ પવાર તેમજ પરિવારના સભ્યો ચોંક્યા : ચર્ચા જારી

મુંબઇ,તા. ૨૩ : મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી શહ અને માતની રમતમાં આજે એનસીપીના વડા શરદ પવારના ભત્રીજા અજિત પવારે મોટો ફેરફાર કર્યો હતો. અજિત પવારે ભાજપને સમર્થન આપીને તમામને ચોંકાવી દીધા છે. સાથે સાથે પોતે નાયબ મુખ્યપ્રધાન પણ બની ગયા છે. ભત્રીજાના દાવથી એનસીપીના નેતા શરદ પવાર અને તેમના પરિવારના સભ્યો પણ ચોંકી ગયા છે. શરદ પવારે કહ્યુ છે કે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે. બીજી બાજુ શરદ પવારની પુત્રીએ પણ ખાસ પ્રતિક્રિયા આપી છે. એક સમય શરદ પવારે મુખ્યપ્રધાન બનવા માટે પાર્ટી સાથે છેડો ફાડી લીધો હતો. હવે તેમના ભત્રીજાએ ઇતિહાસનુ પુનરાવર્તન કર્યુ છે. અજિત પવારના પગલાથી ભલે શરદ પવારના સભ્યો ચોંકી ગયા છે પરંતુ તેમના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે ઇતિહાસનુ પુનરાવર્તન કર્યુ છે.

                  વર્ષ ૧૯૭૭માં થયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દિરા ગાંધીની હાર થઇ હતી. એ વખતે જનતા પાર્ટીની સરકાર બની હતી. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસને અનેક સીટો ગુમાવી દેવી પડી હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન શંકર રાવ ચવ્હાણે હારની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ વસંતદાદા પાટિલ તેમની જગ્યાએ મુખ્યપ્રધાન બન્યા હતા ત્યારબાદ કોંગ્રેસમાં વિભાજનની સ્થિતી સર્જાઇ હતી. કોંગ્રેસ યુ અને કોંગ્રેસ આઇમાં વિભાજિત થઇ ગઇ હતી. આ ગાળા દરમિયાન શરદ પવારના ગુરૂ યશવંત રાવ પાટિલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. શરદ પવાર પણ કોંગ્રેસ યુમાં સામેલ થઇ ગયા હતા. વર્ષ ૧૯૭૮માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થઇ હતી. જેમાં કોંગ્રેસના બે જુથો જુદી જુદી રીતે ચૂંટણી મેદાનમાં આવ્યા હતા. મોડેથી યશવંતરાવ પાટિલ પણ શરદ પવારની પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. પવારના ઇતિહાસને અજિત પવારે દોહરાવ્યુ છે.

(7:46 pm IST)