Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

શરદ પવારની બેઠકમાં એનસીપીના 42 ધારાસભ્યો હાજર : અજિત પવાર પાસે 11 ધારાસભ્યોનું સમર્થન

મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે એનસીપી ચીફ શરદ પવારની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં એનસીપીના 54માંથી 42 ધારાસભ્યો હાજર છે.શરદ પવારની આ બેઠક માટે ધનંજય મુંડે પણ પહોંચ્યા છે.

42 ધારાસભ્યો હાજર હોવાને કારણે હાલ અજિત પવાર પાસે 11 ધારાસભ્યોનો ટેકો હોવાનું જણાઈ રહ્યું છે.

આ દરમિયાન રાતોરાત યોજાયેલા દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના શપથગ્રહણ સમારોહને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. શિવસેનાએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હોવાનું સમાચાર સંસ્થા એએનઆઈ જણાવે છે.

(7:35 pm IST)