Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઈલેકટ્રીક વ્હીલચેર દ્વારા સુવર્ણ મંદિરની પરીક્રમા અંગે કમીટી તાકીદે નિર્ણય લ્યે

પંજાબ - હરિયાણા હાઈકોર્ટનો આદેશ : શિંગારાસિંહની અરજી પર નિર્દેશ

અમૃતસર, તા. ૨૩ : પંજાબ - હરિયાણા હાઈકોર્ટે શિરોમણી ગુરૂદ્વારા કમીટીને એક દિવ્યાંગ જીવને સુવર્ણ મંદિરમાં ઈલેકટ્રીક વ્હીલચેર દ્વારા પરિક્રમાની મંજૂરી દેવા અંગે નિર્ણય લેવા આદેશ કર્યો છે.

પરિમાલા નિવાસી શિંગારાસિંહે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી ઈલેકટ્રીક વ્હીલચેર દ્વારા પરિક્રમા માટે મંજૂરી માટે પોકાર કર્યો હતો. અરજીમાં જણાવ્યુ હતું કે હાથથી ચાલતી વ્હીલચેરમાં ભારે મુશ્કેલી પડે છે અને ઈલેકટ્રીક વ્હીલચેર અંગે કમીટી મંજૂરી આપતી નથી. હાઈકોર્ટે ગુરૂદ્વારા પ્રબંધક  કમીટીને તાકીદે નિર્ણય લેવા અંગે જણાવ્યુ છે.(૩૭.૯)

 

અમે વેપાર સમજુતી કરવા માગીએ પણ મંત્રણા નિષ્ફળ જશે તો વળતા પ્રહાર માટે અમેરીકા તૈયાર રહેઃ જિનપિંગ

બેઇજિંગઃ ચીન અમેરિકા સાથે વેપાર સમજૂતી કરવા પ્રયત્નશીલ છે પણ જો વેપાર મંત્રણા નિષ્ફળ જશે તો અમે વળતો પ્રહાર કરવાથી ડરીશું નહીં તેમ ચીનના પ્રમુખ જિનપિંગે આજે જણાવ્યું હતું. જિનપિંગે અમેરિકન બિઝનેસ ડેલિગેશનને જણાવ્યું હતું ક ચીન વેપાર મંત્રણા માટે હકારાત્મક વલણ ધરાવે છે.

જિનપિંગે જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી કહી રહ્યાં છીએ કે અમે વેપાર યુદ્ઘ શરૂ કરવા માગતા નથી પણ બીજી તરફ અમે ડરતા પણ નથી. જયારે જરૂર પડશે ત્યારે અમે વળતો પ્રહાર કરીશું પણ એનો અર્થ એવો નથી કે અમે વેપાર સમજૂતી કરવા માગતા નથી.

જિનપિંગે જણાવ્યું હતું કે અમે પરસ્પર સંમતિ અને સમાનતાના આધારે પ્રથમ તબક્કાની સમજૂતી માટે કાર્ય કરી રહ્યાં છે. બેઇજિંગમાં ચાલુ સપ્તાહમાં મળેલી કોન્ફરન્સમાં અમેરિકાના પૂર્વ વિદેશ પ્રાૃધાન હેનરી કિસ્સિનગર, પૂર્વ ટ્રેઝરી પ્રધાન હેન્ક પોલસન, પૂર્વ ટ્રેડ રેપ્રેઝેન્ટેટિવ માઇક ફોરમેન સહિતના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર ચીનના નાયબ વડાપ્રધાને વધુ મંત્રણા માટે અમેરિકાના પ્રતિનિધિઓને બેઇજિંગ આવવા આમંત્રણ આપીશું.

જો કે હજુ પ્રથમ તબક્કાની સમજૂતી માટે પણ અનેક અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ચીન ઇચ્છે છે કે અમેરિકા ખાતરી આપે કે તે  ધીમે  ધીમે ચીનની વતુઓ પરની ડયુટીમાં દ્યટાડો કરશે.

(3:46 pm IST)