Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કોંગ્રેસે કહ્યું, 'ચૂપચાપ' શપથ લેવાની ઘટના મહારાષ્ટ્રના ઈતિહાસમાં કાળી શાહીથી લખાશે

નવી દિલ્હી, તા. રર : શિવસેના અને એનસીપીની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસની ગેરહાજરી દેખાઈ હતી. જે વિશે પણ અનેક ચર્ચા થઈ હતી. પરંતુ શિવસેના અને એનસીપીની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. અહેમદ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે ન બેન્ડ, ન બાજા, ન બારાત વગર જે રીતે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની શપથ લેવાયા, મહારાષ્ટ્રના ઈતિહાસમાં આ દ્યટના કાળી શાહીથી લખાશે. પહેલા દિવસથી બીજેપીને, બાદમાં શિવસેના, બાદમાં એનસીપીને આમંત્રણ અપાયું. પણ રાજયપાલે કોંગ્રેસને તક ન આપી. તેના બાદ વેરીફિકેશ વગર એક નેતા જાય છે, અને સબમિટ કરે છે. બાદમાં વિધીવત જે રીતે સોગંધવિધી થાય છે તે ન થઈ, અને ચૂપચાપ સવાર સવારમાં કોઈને બતાવ્યા વગર શપથવિધિ કરાઈ છે, તેનાથી કંઈક ખરાબ થયાનીં ગંધ આવી રહી છે. અહેમદ પટેલે કહ્યું કે, સંવિધાનની અવહેલના કરાઈ છે. લોકતંત્રની ધજ્જિયા ઉડાવાઈ છે. તેઓએ બેશરમીની હદ પાર કરી છે. લોકતાંત્રિક પ્રક્રિયામાં જે થાય છે તે નથી થયું. અમે બધુ જ ડિસ્કસ કરીને પ્લાનિંગ કર્યું. ગઈકાલે અમારી મીટિંગ સારી રહી. કેટલાક એક-બે મુદ્દા એવા હતા, જેના માટે ચર્ચાની જરૂર હતી. આજે અમે મળવાના હતા. પણ એ પહેલા જ આજે સવારે જે કાંડ થયું તેની આલોચના કરવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી.

(3:38 pm IST)