Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પાર્ટી અને પરિવારમાં હવે વિભાજન થયુ છે : સુપ્રિયા સુલે

સુપ્રિયાએ વધુ એક સ્ટેટસ લગાવીને વાત કરી : પાર્ટીના ધારાસભ્યોને ખોટી માહિતી આપવામાં આવી

મુંબઇ,તા. ૨૩ : મહારાષ્ટ્રમાં મોટા રાજકીય ઘટનાક્રમ વચ્ચે એનસીપીના નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ આજે કહ્યુ હતુ કે પાર્ટી અને પરિવારમાં વિભાજનની સ્થિતી રહેલી છે. જો કે તેઓએ હજુ સુધી વધારે વાત કરી નથી.  મહારાષ્ટ્રમાં મોટા રાજકીય ઘટનાક્રમ વચ્ચે મિડિયા સાથે વાતચીત કરતા સુપ્રિયા સુલેએ કહ્યુ છે કે પરિવારમાં વિભાજનની સ્થિતી થઇ છે. સુપ્રિયાના આંખોમાં એ વખતે આંસુ દેખાતા હતા. તેમણે કહ્યુ હતુ કે તેઓ ટુંક સમયમાં જ તમામ બાબતો મિડિયાની સામે કરશે. સુપ્રિયા દ્વારા વધુ એક વોટ્સ અપ સ્ટેટ્સ લગાવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે જીવનમાં કોઇના પર વિશ્વાસ કેમ કરી શકાય છે. સુપ્રિયાએ કહ્યુ છે કે તેઓ પોતે પોતાને છેતરપિંડી થઇ હોવાનુ અનુભવ કરી રહ્યા છે. સુપ્રિયાએ કહ્યુ છે કે અમે એકબીજા પર ખુબ વિશ્વાસ રાખી રહ્યા હતા.

                 એનસીપીએ પણ કહ્યુ છે કે ધારાસભ્યના સમર્થનવાળા પત્રોનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનસીપીના નેતા નવાજ મલિકે કહ્યુ છે કે પાર્ટીના ધારાસભ્યોને ખોટી માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે અમે ધારાસભ્યોની હાજરી માટે હસ્તાક્ષર લીધા હતા. બીજી બાજુ  અજિત પવારે કહ્યુ છે કે છેલ્લા એક મહિનામાં કોંગ્રેસ અને એનસીપામાં વાતચીત ચાલી રહી હતી. જો કે કોઇ પરિણામ મળી રહ્યા ન હતા. તેમણે કહ્યુ હતુ કે તેઓએ શરદ પવારને પહેલાથી જ તમામ વાતો કરી હતી. અજિત પવારે તેમને જાણ કર્યા વગર ભાજપને સાથ આપ્યો હોવાનો દાવો પણ કર્યો છે. શિવ સેનાના નેતા સંજય રાવતે કહ્યુ છે કે અજિત પવાર પર ગંભીર આરોપો રહેલા છે. અજિત પવારના વર્તનને લઇને પહેલાથી જ શંકા હોવાનો દાવો હવે રાવત કરી રહ્યા છે. તેઓ આંખ મિલાવીને વાત કરી રહ્યા ન હતા. મહારાષ્ટ્રમાં પૂર્ણ ચિત્ર હવે ખુલી શકે છે.

(7:45 pm IST)