Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાત્રે ઝારખંડના લાતેહારમાં નક્સલી હુમલો: ત્રણ પોલીસ જવાન શહીદ

રાત્રે 8.30 વાગ્યે સશસ્ત્ર નક્સલીઓએ પોલીસ પાર્ટીના વાહન પર હુમલો

ઝારખંડના લતેહારમાં રાત્રે નક્સલવાદી હુમલો થયો હતો.  આ હુમલામાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા છે. પોલીસ કર્મચારીની હાલત નાજુક છે.

  અધિકારીઓના જણાવ્યાં અનુસાર શુક્રવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે સશસ્ત્ર નક્સલીઓએ પોલીસ પાર્ટીના વાહન પર હુમલો કર્યો હતો. હુમલો થયો ત્યારે પોલીસ અધિકારીઓ કેનોપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સત્તાવાર વાહનથી જઇ રહ્યાં હતા.

  અધિકારીઓએ જણાવ્યું કે નક્સલવાદીઓએ અચાનક જ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. તેઓ આ હુમલા માટે બિલકુલ તૈયાર નહોતા. તેમણે કહ્યું કે શહીદ થયેલા ત્રણ પોલીસ જવાનોમાંથી એક સબ ઇન્સપેક્ટર રેન્કના અધિકારી છે. આ સિવાય બીજા એક પોલીસ જવાન પણ ઘાયલ થયા હતા.

  શહીદ થયેલા પોલીસમાં એક એસઆઈ અને બે જવાન શામેલ છે. સબ ઇન્સ્પેક્ટરનું નામ સુકિયા ઉરાંવ છે. આ વર્ષે જૂનમાં નક્સલવાદીઓએ ઝારખંડના સરાયકેલા-ખરસાવાન જિલ્લામાં પોલીસ કર્મીઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ચાર પોલીસ જવાન શહીદ થયા છે. આ હુમલામાં હોમગાર્ડના કેટલાક જવાનો પણ ઘાયલ થયા છે.

(12:00 am IST)