Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

માર્કેટ મૂડીમાં ૧.૧૫ લાખ કરોડનો વધારો થયો : એચડીએફસી-એચયુએલની માર્કેટ મૂડીમાં જંગી વધારો

મુંબઈ, તા. ૨૨ : શેરબજારમાં ટોપની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૧.૧૫ લાખ કરોડ રૂપિયાનો ઉલ્લેખનીયરીતે વધારો થઇ ગયો છે. એચડીએફસી બેંક અને એચયુએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સ રેટમાં આશ્ચર્યજનકરીતે ઘટાડો કરીને બજારને ચોંકાવી દીધા બાદ શુક્રવારના દિવસે શેરબજારમાં એક દિવસનો એક દશકમાં સૌથી મોટોે ઉછાળો નોંધાયો હતો અને સેંસેક્સમાં ૧૯૨૧ પોઇન્ટનો ઉછાળો નોંધાઈ ગયો હતો. કારોબારના અંતે ઉલ્લેખનીયરીતે તેજી રહ્યા બાદ ૩૦ શેર ઇન્ડેક્સમાં સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૬૩૦ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આરઆઈએલ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને અન્ય કંપનીઓના શેરમાં તેજી રહી હતી. ટીસીએસ, એચડીએફસી, ઇન્ફોસીસ અને આઈટીસીના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો.

                   એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થતાં તેની માર્કેટ મૂડીમાં ૩૯૩૭૫.૮૨ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૬૫૬૫૪૬.૩૭ કરોડ થઇ ગઇ હતી. એચયુએલની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીયરીતે વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૪૨૬૪૦૩.૦૩ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી વધીને ૭૯૫૧૭૯.૬૨ કરોડ થઇ ગઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી ૨૯૩૮૨૪.૮૩ કરોડ નોંધાઈ છે. એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં પણ વધારો નોંધાયો છે. શેરબજારમાં તેજીનો લાભ લેવામાં ટીસીએસને નિષ્ફળતા હાથ લાગી છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૨૮૪૨૪.૩ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૭૭૫૦૯૨.૯૮ કરોડ નોંધાઈ છે. ઇન્ફોસીસ, એચડીએફસી, આઈટીસીની માર્કેટ મૂડી પણ ઘટી છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવેતોછેલ્લા સપ્તાહમાં જોરદાર ઘટાડા બાદ ટીસીએસની માર્કેટમૂડી ઉલ્લેખનીયરીતે ઘટતાતેબીજા સ્થાને ફેંકાઈ છે જ્યારે આરઆઈએલ માર્કેટ મૂડીનીદ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૨૨ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. એચડીએફસી બેંક અને એચયુએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી પણ વધતાં તે માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ફરીવાર પ્રથમ ક્રમાંકે છે. કઇ કંપનીની માર્કેટ મૂડી કેટલી વધી છે તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એચડીએફસી બેંક

૩૯૩૭૫.૮૨

૬૫૬૫૪૬.૩૭

એચયુએલ

૩૫૬૯૭.૭૫

૪૨૬૪૦૩.૦૩

આરઆઈએલ

૧૮૨૮૮.૩૭

૭૯૫૧૭૯.૬૨

કોટક મહિન્દ્રા

૧૦૪૯૪.૪૨

૨૯૩૮૨૪.૮૩

એસબીઆઈ

૮૯૨૪.૬૧

૨૬૯૨૫૫.૫૩

આઈસીઆઈસીઆઈ

૨૬૫૫.૦૧

૨૬૯૫૨૯.૧૪

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ, તા. ૨૨ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. કોની કેટલી માર્કેટ મૂડી ઘટી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૨૮૪૨૪.૩

૭૭૫૦૯૨.૫૮

ઇન્ફોસીસ

૧૦૩૨૯.૬

૩૪૫૭૯૩.૮૭

એચડીએફસી

૫૭૯૨.૦૧

૩૫૪૨૭૦.૯૪

આઇટીસી

૨૨૧૧.૨૯

૨૯૨૫૬૬.૮૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:05 pm IST)