Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

સ્વાગતમાં અપાયેલુ ફુલ પડતા મોદીએ ઉઠાવ્યું...વડાપ્રધાન નરેન્દ્રની સહજતાનો નજારો દેખાયો

હ્યુસ્ટન, તા. ૨૨ : અમેરિકાના પ્રવાસે પહોંચેલા મોદીનું હ્યુસ્ટન વિમાની મથકે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે એરપોર્ટ પર મોદીની સાદગી અને સહજતાનો નજારો પણ જોવા મળ્યો હતો. સ્વાગતમાં આપવામાં આવેલા એક બુકેમાંથી ફુલ પડી જતાં મોદીએ પોતે ઉઠાવતા નજરે પડ્યા હતા. મોદીએ પોતે ઝુકી જઇને ફુલ ઉઠાવીને સૈન્ય અધિકારીથી હાથ મિલાવ્યા હતા. ફુલ એક અમેરિકી અધિકારીને આપીને પોતાની કુશળતા આ ક્ષેત્રે પણ દર્શાવી હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર અને અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન પણ એ પ્રસંગે ઉપસ્થિત હતા. મોદી અમેરિકા પહોંચ્યા બાદ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત દેખાયા હતા. વિવિધ કાર્યક્રમોમાં કાશ્મીરી પંડિતો સાથેની તેમની બેઠકનો પણ સમાવેશ થાય છે. શીખ સમુદાયના લોકો પણ મળ્યા હતા.

(7:48 pm IST)