Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

રાનૂ મંડલે સલમાનખાનની ફિલ્‍મ માટે ગીત ગાયુઃ વિડીયો વાયરલ ઘણા કહે છે આ જુના ગીતનો વિડીયો છેઃ છતા કોમેન્‍ટોનો ધોધ વહી રહ્યો છે

રાનૂ સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' નું સોન્ગ 'દિલ દીવાના' ગાતી દેખાઈ રહી છે. વીડિયો ભલે વાયરલ થઈ રહ્યો હોય, પરંતુ લેટેસ્ટ નથી. પણ રાનૂનો જૂનો વીડિયો છે. તેને 24 ઑગષ્ટ 2019 યૂટ્યૂબ પર અપલોડ કરાયો હતો. ઈન્ટરનેટ પર આવતાની સાથે રાનૂ મંડલના ફેન્સના મન ઉપર છવાઈ ગયો. તેથી તો અલગ અલગ રીતે ઍડિટ કરીને રજૂ કરી રહ્યા છે. વીડિયો પર ફેન્સના કમેન્ટોનો વરસાદ થઈ રહ્યો છે.

કેટલાક લોકોએ રાનૂના વીડિયોની સાથે 'મૈંને પ્યાર કિયા' ગીતનો અસલી વીડિયો જોડ્યો છે. ત્યાં રાનૂના અસલી વીડિયોને પણ શેયર કરી રહ્યા છે. વીડિયો પર ફેન્સના કમેન્ટોનો વરસાદ થઈ રહ્યો છે.

(3:40 pm IST)