Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

હવે સ્ટેટ બેન્કમાં ઝીરો બેલેન્સઇ ખાતું: અનેક મફત સુવિધા મળશે

નવી દિલ્હી : સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા પોતાના ગ્રાહકોની સૂવિધાઓનો ખાસ ખ્યાલ રાખે છે અને બેંક તમારૂ ઝીરો બેલેન્સ ખાતુ ખોલવાની સગવડ પણ આપે છે.  આ ખાતામા ગ્રાહકોને કેટલીક સેવાઓ બિલકુલ મફત મળે છે. રીઝર્વબેંકે તાજેતરમાં જ ઝીરો બેલેન્સ ખાતાના નિયમોમાં ફેરફાર કર્યા છે નવા નિયમો જુલાઇ માસથી લાગુ થઇ ગયા છે.

બેંકમાં ઝીરો બેલેન્સ ખાતુ અન્ય ખાતાની જેમ જ ખોલી શકાય છે અને તેમાં કેવાયસી( નો યોર કસ્ટમર) નિયમ પુરો કરવાનો હોય છે. આ ખાતુ સીંગલ કે જોઇન્ટ પણ ખોલી શકાય છે. આની સાથે ગ્રાહકોને મફતમાં એટીએમ કાર્ડ મળશે અને મહિનામા ૪ વખત મફત નાણા ઉપાડી શકશે.

(12:25 pm IST)