Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

સમગ્ર વિશ્‍વમાં પાકિસ્‍તાનની સાચી છબી રજુ કરનાર આ છે ૯ રાજયદ્વારીઓ : વાંચો ફટાફટ

ન્યૂયોર્ક : જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) નું 42મું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર 27 સપ્ટેમ્બર સુધી ચાલશે એટલે કે આ સત્રનો કાર્યકાળ પુરો થવામાં એક અઠવાડીયા કરતા પણ ઓછો સમય બાકી છે. ગત અઠવાડીયે પાકિસ્તાને (Pakistan) પરિષદની બેઠકમાં કાશ્મીર રાગ (Kashmir Issue) આલાપ્યો હતો પરંતુ ભારતે (India) તેને પોતાનો આંતરિક મુદ્દો ગણાવતા પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતીભારતની કૂટનીતિક જીતના અસલી હીરો 9 ભારતીય રાજદ્વારીઓ હતા, જેણે પોતાની રણનીતિના પગલે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરનાં મુદ્દે પરાજય આપ્યો.

9 ભારતીય રાજદ્વારીઓનું નેતૃત્વ વિદેશ મંત્રાલયનાં પૂર્વી મુદ્દાઓના સચિવ વિજય ઠાકુર સિંહે (Vijay thakur singh) કર્યો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) તેને રણનીતિ બનાવવાની ખાસ જવાબદારી સોંપી હતી. તે યુએનએચઆરસીની મીટિંગ દરમિયાન પોતે જીનીવામાં હાજર હતા. વિજય ઠાકુર સિંહે જ જીનીવામાં જમ્મુ કાશ્મીર અંગે પાકિસ્તાનના અસત્યનો પર્દાફાશ કર્યો હતો. ભારતના પ્રતિનિધિમંડળના મહત્વના સભ્યોમાં પૂર્વ ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયા, યુએનમાં ભારતના પ્રતિનિધિ રાજીવ ચંદેર, ઉપ સચિવ (યુએન) પુનીત અગ્રવાલ, ભારતનાં યુએનએચઆરસીમાં પહેલા સેક્રેટરી વિમર્શ આર્યન, અનિમેશ ચૌધરી, ભારતના સેકન્ડ સેક્રેટરી કુમામ મિની દેવી, ગ્લોરિયા ગંગટે અને આલોક રંજન ઝાનો સમાવેશ થાય છે.

(11:15 am IST)