Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

હ્યુસ્ટનમાં મોદીમય : ગુજરાતીઓમાં ભારે થનગનાટ : ઠેર ઠેર હાઉડી મોદીના પોસ્ટરો: ભારતીયોએ કાર રેલી કાઢીને કાર્યક્રમનો પ્રચાર કર્યો

રસ્તાઓમાં હાઉડી મોદીના પોસ્ટર લાગી ગયા : ભારત અને અમેરિકાના ઝંડા સાથે રેલી કાઢી

 

અમેરિકાના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ  મોદીના કાર્યક્રમને લઈને ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.વડાપ્રધાન મોદીના આગમન પહેલા હ્યુસ્ટનમાં માહોલ મોદીમય બની ગયો છે. રસ્તાઓ પર ઠેરઠેર હાઉડી મોદીના પોસ્ટર લાગી ગયા છે. કાર્યક્રમ શું છે તેને લઈને પોસ્ટર સાથે ભારતીયોએ કાર રેલી કાઢી હતી. કાર્યક્રમનો પ્રચાર કર્યો હતો. ભારત અને અમેરિકાના ઝંડા સાથે રેલી કાઢવામાં આવી હતી

(11:05 am IST)