Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ભારતીય કોસ્ટગાર્ડે સપાટો બોલાવ્યો :અંદામાન નિકોબાર ટાપુ નજીક મ્યાંમારના જહાજમાંથી 300 કરોડના ડ્રગ્સ સાથે 6 આરોપીઓ ઝડપાયા

દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસ નિષ્ફળ બનાવ્યો : ડ્રગની દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશોમાં સપ્લાઇ

નવી દિલ્હી : ભારતીય કોસ્ટગાર્ડે સપાટો બોલાવ્યો છે અંદામાન નિકોબાર ટાપુ નજીકથી NCBએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અંદાજે 300 કરોડની કિંમતનો જથ્થો ઝડપીને છ આરોપીઓની ધરપકડ કરી છે કોસ્ટગાર્ડ  સાથે મળીને NCBએ આ ઓપરેશન પાર પાડ્યું છે. દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફ્ળ બનાવ્યો છે CBએ દરિયાઈ માર્ગેથી ભારતમાં ઘુસાડવામાં આવતા એક કિલોગ્રામના 1 હજાર 160 પેકેટ્સ પણ જપ્ત કર્યા છે. સાથે 6 આરોપીઓની ધરપકડ કરાઇ છે.

 ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ રાજવીરે અંદામાન નિકોબાર ટાપુ નજીક મ્યાંમારના એક જહાજને પકડ્યું હતું. તે જહાજમાં ટીમને 1160 કિલોગ્રામના ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. જણાવાય રહ્યું છે કે, આ ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 300 કરોડ રૂપિયા છે. અંદામાન નિકોબારના ઇન્ચાર્જ ઇન્સપેક્ટર જનરલ મનીષ પાઠકના નેતૃત્વમાં ટીમને આ મોટી સફળતા મળી છે.

    મળતી માહિતી અનુસાર, કોસ્ટગાર્ડની ટીમે જહાજમાં સફર કરી રહેલા 6 આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ ડ્રગની દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશોમાં સપ્લાઇ કરવામાં આવી રહી હતી. મહત્વનું છે કે, કોસ્ટગાર્ડને મળેલી સફળતા પર રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

  દરિયાઈ સીમાના પ્રભારી મનીષ પાઠકે આ પ્રકારની ગતિવિધિઓને લઇને અહીં પેટ્રોલિંગ વધારી દીધું છે, કારણ કે આ વિસ્તારમાં આ પ્રકારની ગતિવિધિઓમાં સક્રિય છે. આ રસ્તાથી ડ્રગની મોટી ખેપને લઇને જઇને બીજા દેશોમાં વેચવામાં આવે છે. નશીલી દવાઓ વેચનારા પ્રતિ કિલોગ્રામ ડ્રગ્સને એક કરોડ રૂપિયામાં વેચે છે.

(12:00 am IST)