Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી :કોરોના સંક્રમિત કનીમોઝીએ PPE કીટ પહેરીને મતદાન કર્યું

કનીમોઝી આ જ મહિનાની 3જી એપ્રિલે કોરોના સંક્રમિત થઈ હતી

ચેન્નાઇ : ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જોકે આ દરમ્યાન રાજ્યમાં ક્યાક છૂટા છવાયા હિંસાના સમાચાર આવ્યા હતા પરંતુ કોઈ મોટી ઘટનાની જાણકારી મળી નહોતી. આ બધાની વચ્ચે કોરોનાના સામે લડી રહેલા ડીએમકે નેતા અને લોકસભા સાંસદ કનીમોઝીએ  મતદાન કેન્દ્ર પર PPE કીટ પહેરીને મતદાન કર્યું હતું.

હોસ્પીટલમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલી કોરોના સંક્રમિત ડીએમકે નેતા કનીમોઝી એમ્બ્યુલન્સ મારફતે અહી મતદાન કેન્દ્ર પર પહોચી હતી. તે PPE કીટ પહેરીને આવી હતી અને તેને મતદાન કર્યું હતું. કનીમોઝી આ જ મહિનાની 3જી એપ્રિલે કોરોના સંક્રમિત થઈ હતી. કનીમોઝી સિવાય અન્ય બીજા ઘણા કોરોના સંક્રમિત લોકોએ પણ મતદાનમાં ભાગ લધો હતો.

(9:18 am IST)
  • દિલ્હીમાં કોરોનાનો કહેર વધતા એઇમ્સે ઓપીડી સેવા બંધ કરી : ઓનલાઇન રજીસ્ટ્રશન મારફત દર્દીઓને એઇમ્સમાં ડોકટરો પાસે તપાસ કરાવી શકશે : કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય access_time 12:48 am IST

  • મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભયંકર સ્થિતિ: કોરોના કાબૂમાં આવતો નથી: ૨૪ કલાકમાં ૫૫ હજારથી વધુ નવા કેસ: પુણેમાં ૧૨,૨૧૩ નવા કોરોના કેસ નોંધાયા, મુંબઈમાં ૧૦,૦૩૦, થાણેમાં ૬૩૪૫ અને નાગપુરમાં ૪૨૧૦ નવા કોરોના કેસ: દેશના બીજા રાજ્યોમાં પણ વિજળીક ઝડપે કોરોના વધતો જાય છે: છત્તીસગઢમાં આંકડો દસ હજારે(૯૯૨૧) પહોંચ્યો: કર્ણાટકમાં ૬૧૫૦: યુપીમાં ૫૮૯૫: દિલ્હીમાં ૫૧૦૦: કર્ણાટકમાં એકલા બેંગ્લોરમાં ૪૨૬૬ કેસ, રાફડો ફાટ્યો: ગુજરાતમાં ૩૨૮૦: કેરળમાં ૩૫૦૨ અને તામિલનાડુમાં ૩૬૪૫ તથા મધ્યપ્રદેશમાં ૩૭૨૨ નવા કેસ થયા: પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં ૨૦૦૦ થી ૨૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા: આંધ્રમાં ૧૯૪૧: તેલંગાણા ૧૪૯૮: ચેન્નાઈ ૧૩૦૩: ઝારખંડમાં ૧૨૬૪: યુપીના લખનઉમાં ૧૧૮૮: બિહારમાં ૧૦૮૦: ઇન્દોર ૮૦૫: ગુજરાતના અમદાવાદમાં ૭૯૮: સુરતમાં ૬૧૫: રાજકોટ ૩૨૧ અને વડોદરા ૨૧૮ કેસ નોંધાયા છે: ભોપાલમાં આંકડો ૫૮૨એ પહોંચ્યો છે: કોલકાતામાં પણ આંકડો ૫૮૨ થયો છે: જ્યારે જમ્મુ કાશ્મીરમાં પણ કેસ વધવા લાગ્યા છે અને ૫૬૧ નવા કોરોના કેસ આજ સવાર સુધીમાં નોંધાયા છે: હિમાચલ પ્રદેશમાં ૪૨૮: જયપુરમાં ૪૧૩: ગોવામાં ૩૮૭: પુદુચેરીમાં ૨૩૭ અને આસામમાં ૯૨ નવા કેસ થયા.. *ન્યૂઝફર્સ્ટ access_time 10:57 am IST

  • પંજાબ સરકારે પણ મહારાષ્ટ્ર અને ગુજરાતની જેમ, સમગ્ર રાજ્યમાં રાત્રીના 9 થી સવારે 5 વાગ્યા 30 એપ્રિલ સુધી કરફ્યુ લાદયો : તમામ રાજકીય મેળાવડા પર પણ પાબંદી ફરમાવી access_time 2:42 pm IST