Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જે પી નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ: સંસદીય બેઠકમાં સર્વસંમત્તિથી નિર્ણંય

બેઠકમાં પીએમ મોદી ,બીજેપી અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત :નડ્ડા ડિસેમ્બર સુધી જવાબદારી નિભાવશે

નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે,પી,નડ્ડાની પસંદગી કરાઈ છે  આજે મળેલી સંસદીય બેઠકમાં સર્વસંમત્તિથી જે પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાયો હતો આજે નવી દિલ્હી ખાતે બીજેપીની સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાના નામની પસંદગી કરવામાં આવી છે.
    આ મુદ્દે રાજનાથ સિંહે માહિતી આપતા જણાવ્યું કે, બીજેપીની સંસદીય દળની બેઠકમાં બીજેપીનો કાર્યભાર સંભાળવા માટે સર્વસંમત્તિથી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાને બનાવવામાં આવ્યા છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઈ  શાહ પણ હાજર હતા

   બીજેપી અધ્યક્ષ તરીકે અમિતભાઈ  શાહ છે. પરંતુ, તેમને ગૃહમંત્રી બનાવ્યા બાદ તેમની જગ્યા પર કોને સ્થાન મળશે તે મુદ્દે કેટલાક દિવસથી ચર્ચા જોર શોર પર હતી. જોકે, ડિસેમ્બર સુધી અમિતભાઈ  શાહ જ બીજેપીના અધ્યક્ષ રહેશે. એટલે કે, ડિસેમ્બર સુધી જે પી નડ્ડા કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવશે

(10:09 pm IST)