Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

બિહામાં તાવનું તાંડવ

૨૪ કલાકમાં વધુ ૨૦ બાળકોનાં મોત : મૃત્યુઆંક ૧૧૦

પટણા, તા.૧૭: બિહારના મુઝફ્ફરપુરમાં અકયૂટ ઈસેફલાઈટિસ સિન્ડ્રોમ (ખ્ચ્લ્)નો પ્રકોપ યથાવત છે. પાછલા ૨૪ કલાકમાં વધુ ૨૦ બાળકોના મોત થઈ ચૂકયા છે. બિહારમાં અત્યાર સુધી ૯૩ બાળકોનો જીવ આ તાવના કારણે ગયો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મુઝફ્ફરપુરમાં શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજની હોસ્પિટલની મુલાકાત લીધી અને બિમારીના પ્રકોપ પર ચિંતા વ્યકત કરી. હર્ષવર્ધન સાથે કેન્દ્રીય રાજયમંત્રી અશ્વિની ચૌબે અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે પણ ઉપસ્થિત હતા.

હર્ષવર્ધને સ્વાસ્થ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે ડોકટરો સાથે હાઈ લેવલની મીટિંગ કરી. નિરિક્ષણ દરમિયાન જયારે હર્ષવર્ધન એક ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહેલી માતાને મળ્યા ત્યારે તેમને સ્થિતિનો આભાસ થયો. આ માતાએ તે જ સમયે પોતાનો ૫ વર્ષના બાળક ગુમાવ્યો હતો. સૂત્રો મુજબ હર્ષવર્ધનના ચાર કલાકના પ્રવાસ દરમિયાન જ ૩ બાળકોના મોત થઈ ગયા. તેનાથી મંત્રી અને સ્વાસ્થ્ય અધિકારી પણ દંગ રહી ગયા.

હર્ષવર્ધનને બીમાર બાળકના પરિવારને કહ્યું કે, બીમારી પર કાબૂ મેળવવા માટે સરકાર કોઈ કસર બાકી નહીં રાખે. બધા શકયા પગલાઓ ઉઠાવશે. હર્ષવર્ધને દિલ્હી પાછા જતા પહેલા વધુ એક સમીક્ષા બેઠક કરી હતી. મુઝફ્ફરપુર સિવિલ સર્જન એસપી સિંહે જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં ખ્ચ્લ્ના કારણે ૭૬ બાળકોના માત થયા હતા. એસપી સિંહે જણાવ્યું કે હાલમાં બંને હોસ્પિટલોમાં ૧૧૫ બાળકોની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ જણાવ્યું કે ડોકટરોની ટીમ અને પર્યાપ્ત સંખ્યામાં પેરામેડિકલ સ્ટાફ પટણાથી મુઝફ્ફરપુર મોકલાયો છે.

બિહારના મુઝફ્ફરપુરમાં દરવર્ષે એક જ બીમારીથી બાળકોના મોત થાય છે. રોકવાના નામ પર અમેરિકા અને જાપાન સુધીનો પ્રવાસ થાય છે પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. આ વખતે પણ બાળકોની મોતનો સીલસીલો યથાવત છે. અત્યાર સુધી સરકારે આ બીમારીને રોકવા રિસર્ચ અને સારવાર શોધવા પાછળ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો ધૂમાડો કરી નાખ્યો છે છતાં બાળકોની મોતો થઈ રહી છે. રિપોર્ટ મુજબ જે બાળકોનું દ્યરે અથવા નાની હોસ્પિટલમાં મોત થયું છે તેમનો આંકડો શામેલ કરવામાં આવ્યો નથી.

યુપીના ગોરખપુરમાં આ બીમારીથી બચાવ માટે રસીકરણ સફળતાપૂર્વક થયું. જેનાથી બીમારી ૬૦ ટકા સુધી કાબૂમાં આવી ગઈ. સવાલ તે ઊઠી રહ્યો છે કે જયારે ગોરખપુરમાં રસીકરણ થયું તો આવું મુઝફ્ફરપુરમાં કેમ ન થઈ શકયું. ઈન્સેફલાઈટિસનો શિકાર થયેલા સૌથી વધુ બાળકો ગોરખપુર અને મુઝફ્ફરપુરમાં રહ્યા છે

(3:37 pm IST)