Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

'વાયુ' સીસ્ટમ નબળી પડી, કચ્છના કાંઠાળ વિસ્તારોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડશેઃ ૪પ થી ૬૫ કી.મી.ની ઝડપે ફુંકાતો પવનઃ રાજકોટ, જુનાગઢ, દેવભુમી દ્વારકામાં પણ ભારે પવન

રાજકોટ, તા., ૧૭: કચ્છમાં 'વાયુ' વાવાઝોડાનું આગમન થવાની ચેતવણી બાદ તંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્યારે આજે બપોરે  કચ્છમાં ભારે પવન ફુંકાઇ રહયો છે. પરંતુ સીસ્ટમ નબળી પડી હોવાનું જાણવા મળ્યું છે.  આજે બપોરે દેવભુમી દ્વારકા જીલ્લામાં ૩૦ કી.મી.ની ઝડપે પવન ફુંકાઇ રહયો છે. આ ઉપરાંત રાજકોટ, જુનાગઢ અને કચ્છમાં પણ ભારે પવન ફુંકાઇ રહયો છે. આવા વાતાવરણ વચ્ચે હળવા-ભારે ઝાંપટા પણ વરસ્યા છે. આજે બપોરના ર વાગ્યા સુધીમાં વડીયા, સાવરકુંડલા, રાજુલા તથા ભાવનગરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે. કચ્છના અંજાર, માંડવી અને ભુજમાં પણ ઝાંપટા પડયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં હળવો પવન ફુંકાઇ રહયો છે. તેમજ ધાબડીયું વાતાવરણ યથાવત છે.

ભુજ

ભુજના પ્રતિનિધિ વિનોદ ગાલાના અહેવાલમાં જણાવાયું છે કે કચ્છ હવામાન વિભાગના અધિકારી રાકેશ કુમારે જણાવ્યું છે કે કચ્છ તરફ આવતી વાયુ વાવાઝોડાની સીસ્ટમ નબળી પડી છે. જેના કારણે લો પ્રેશર સાથે કચ્છના લખપત, ગાંધીધામ, માંડવી સહિતના વિસ્તારોમાં પ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વાવાઝોડાની સીસ્ટમ નબળી પડતા કચ્છના ખાવડા રણ થઇને બનાસકાંઠા તરફ ફંટાઇ જશે.કચ્છમાં બપોરે ૪પ થી ૬પ કી.મી.ની ઝડપી ભારે પવન ફુંકાઇ રહયો છે.

 

(2:18 pm IST)