Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અમારી સરકારનું લક્ષ્ય આંધ્ર પ્રદેશમાં ભ્રષ્ટ શાસન આપવાનું છેઃ પુષ્પા શ્રીવાની

આંધ્ર પ્રદેશનાં નાયબ મુખ્ય પ્રધાનની જીમ લપસી

અમરાવતી તા. ૧૭ :.. આંધ્ર પ્રદેશનાં નાયબ મુખ્ય પ્રધાન પુષ્પા શ્રીવાનીની જીભ લપસતાં તેઓ શરમમાં મુકાઇ ગયા હતાં. વાસ્તવમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પુષ્પા શ્રીવાનીએ કહયું કે અમારી સરકારનું લક્ષ્ય આંધ્ર પ્રદેશમાં ભ્રષ્ટ શાસન આપવાનું છે. આ સાંભળી ત્યાં હાજર સૌકોઇ ચોંકી ઊઠયા હતાં. વાસ્તવમાં નાયબ મુખ્ય પ્રધાન કહેવા માગતા હતા કે તેમની સરકારનું લક્ષ્ય ભ્રષ્ટાચારમુકત શાસન આપવાનું છે.

આ મામલમાં વિપક્ષી પાર્ટી ટીડીપીએ નિશાન સાધતાં કહ્યું હતું કે અમે ડેપ્યુટી મુખ્ય પ્રધાનના નિવેદન સાથે સહમત છીએ. ટીડીપીએ પોતાના સત્તાવાર ટિવટર હેન્ડલ પર કહ્યું કે તમારા લક્ષ્યની જાણકરી આપવાને લઇને ધન્યવાદ મેડમ, અમે તમારા નિવેદન સાથે સહમત છીએ. નોંધનીય છે કે મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ સરકાર સંભાળ્યા બાદ પાંચ ડેપ્યુટી સીએમની નિમણુક કરી હતી. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રેડ્ડીના નેતૃત્વમાં વાઇએસઆર કોંગ્રેસે ૧પ૧ બેઠકો જીતી હતી અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી  ફકત ર૩ બેઠકોમાં સમેટાઇ ગઇ હતી.

(11:44 am IST)