Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અબજોપતિની સંપત્તિ વર્ષ ૨૦૧૭માં ૧૮ ટકા વધી

અમીર લોકોની સંપત્તિમાં ઝડપથી વધારો થયો :એક અબજથી વધુની સંપત્તિ ધરાવનાર લોકોની સંપત્તિ ૨૦૧૬ તેમજ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૧૮ ટકા વધી

કોઈમ્બતુર,તા. ૧૬ :અલ્ટ્રા રીચ અથવા તો વધારે પડતા અમિર લોકોની સંપત્તિમાં અતિ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં તેમની સંપત્તિમાં ૧૮ ટકાનો વધારો થયો છે. એક અબજથી વધુની સંપત્તિ ધરાવનાર વ્યક્તિની સંપત્તિ ૨૦૧૬-૧૭ વચ્ચેના ગાળામાં ૧૮ ટકાના ઉપરના દરે વધી છે. બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ ૨૦૧૮માં જણાવવામાં આવ્યું છે કે અબજોપતિની સંપત્તિઓમાં ઉલ્લેખનિય રીતે વધારો થઈ રહ્યો છે. એકંદરે એક અબજથી વધુની સંપત્તિ ધરાવનાર ૫૦ લોકોની સંપત્તિ ભારતમાં કુલ સંપત્તિના ૧૬ ટકાના હિસ્સા સાથે વધુ છે. વૈશ્વિક સ્તરે અબજોપતિની સંપત્તિમાં જે રીતે વધાર થયો છે તેના કરતા ભારતીયોની સંપત્તિમાં વધારો વધુ થયો છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતીયોની સંપત્તિમાં ઉલ્લેખનિય વધારો નોંધાયો છે. અબજોપતિ વૈશ્વિક સંપત્તિ વૈશ્વિક રીતે ૭ ટકાની આસપાસ છે. જાપાનને છોડી દેવામાં આવે તો એશિયા પેશિફિકમાં અબજોપતિ ૯ ટકા સંપત્તિ ઉપર અંકુશ ધરાવે છે. ૧૦૦ મિલિયનથી લઈને એક અબજ ડોલર સુધીની સંપત્તિ ધરાવનાર લોકોની સંપત્તિમાં આ વર્ષ દરમિયાન ૧૭ ટકા સુધીનો વધારો થયો છે. ૨૦૧૭માં કુલ પર્સનલ સંપત્તિમાં સૌથી ઝડપી વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં ભારતમાં આ વધારો ૧૫ ટકાની આસપાસ છે. ભારતમાં કુલ પર્સનલ સંપત્તિ કમ્પાઉડેડ એન્યુઅલ ગ્રોથ રેટ મુજબ ૨૦૧૭ અને ૨૦૨૨ વચ્ચે ૧૩ ટકાના દરે વધી શકે છે અને ૨૦૧૭માં આ સંપત્તિ ત્રણ ટ્રિલિયન ડોલરથી વધીને ૨૦૨૨ સુધી પાંચ ટ્રિલિયન સુધી પહોંચી શકે છે. આની સરખામણીમાં વૈશ્વિક સ્તરે કુલ પર્સનલ સંપત્તિ સાત ટકા વધીને ૨૮૮ ટ્રિલિયન સુધી પહોંચી શકે છે. ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડની ફાળવણી વધુ ઝડપથી વધી રહી છે. કરન્સી અને ડિપોઝીટની હિસ્સેદારી ૨૦૧૩માં ૪૨ ટકાથી ઘટીને ૨૦૧૭માં ૩૯ ટકા થઈ છે. વૈશ્વિક સ્તરે ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં ગ્રોથનો આંકડો ૧૩ ટકા રહ્યો છે. જે સંપત્તિ ક્લાસમાં સૌથી ઉંચો આંકડો રહ્યો છે. ૨૦૧૬-૧૭માં આ આંકડો ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં સૌથી વધુ નોંધાયો છે. ભારતમાં ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં વધારો ગ્લોબલ ગ્રોથ રેટ કરતા બે ગણો રહ્યો છે. ભારતમાં ઈક્વીટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડ ૨૦૧૭-૨૨ માં ૨૧ ટકા વધી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ પર્સનલ ફાઈનાન્સિયલ સંપત્તિમાં ૧૨ ટકાનો વધારો ૨૦૧૭માં નોંધાયો છે અને આંકડો અમેરિકી ડોલરની દૃષ્ટીએ ૨૦૧.૯ ટ્રિલયન ડોલર સુધી પહોંચ્યો છે. અગાઉના વર્ષની સરખામણીમાં આ આંકડો ખુબ વધારે રહ્યો છે. માર્કેટમાં તેજી માટે ચાર મુખ્ય પરિબળો જવાબદાર રહ્યા છે. જેમાં સ્થિરતાની બાબતપણ સામેલ રહેલી છે. ભારતીય અબજોપતિની સંપત્તિમાં રોકેટગતિએ વધારો થયો છે. આને લઈને વિરોધીઓને વધુ તક મળે તેવી શક્યતા છે. વિરોધી પાર્ટીઓની પહેલાથી જ આક્ષેપ છે કે મોદીના શાસનમાં અમીર લોકોની સંપત્તિમાં વધુ ઝડપી વધારો થયો છે. જ્યારે મધ્યમ વર્ગ અને ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે.

(7:22 pm IST)