Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

J&K : ઇદની નમાઝ બાદ સુરક્ષાદળો પર પથ્થરમારો : ISIS - પાક.ના ઝંડા લહેરાવ્યા

નૌશેરા સેકટરમાં પાક.ની 'નાપાક' હરકત : સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન : એક જવાન શહીદ

શ્રીનગર તા. ૧૬ : ઇદના દિવસે પણ પાકિસ્તાને તેની નાપાક હરકત ચાલુ જ રાખી છે. સરહદ પાસે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેકટરમાં પાકે. એકવાર ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકે. ફાયરીંગમાં ભારતીય સેનાના જવાન શહીદ થઇ ગયા. બીજીબાજુ પાટનગર શ્રીનગરમાં પણ તહેવાર પર અશાંતિનો માહોલ સર્જાયો છે. ઇદની નમાઝ બાદ સુરક્ષાબળોને નિશાન બનાવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પણ નમાઝ બાદ સુરક્ષાદળો પર પથ્થરમારો કરવામાં આવ્યો.

ઉપદ્રવિઓએ આ દરમિયાન સુરક્ષા દળો પર પથ્થર ફેંકીને આઇએસઆઇએસ અને પાકિસ્તાનના ઝંડા લહેરાવ્યા. બેકાબુ ભીડે નિયંત્રીત કરવા માટે સુરક્ષા દળોને આંસુ ગેસના ગોળા પણ દાગવા પડયા. કહેવામાં આવી રહ્યું છે કે, તેનાથી બે દિવસ પહેલા પણ જામા મસ્જિદના વિસ્તારમાં આ પ્રકારની ઘટના જોવા મળી હતી. અધિકારીઓનું માનવું છે કે, છેલ્લા ૪ સપ્તાહમાં પથ્થરબાજોની ઘટનાઓમાં ઘટાડો થયો પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરક્ષા દળો પર હુમલા વધ્યા છે. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં પાકે. ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આ ફાયરીંગમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. બીએસએફે જવાબી કાર્યવાહી કરી જડબાતોડ જવાબ આપ્યો છે.(૨૧.૨૦)

(3:45 pm IST)