Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

SC-ST માટે રાજ્યો પ્રમોશનમાં અનામત લાગુ કરે : કેન્દ્રએ રાજ્યોને આપેલા નિર્દેશો

કોર્ટના આદેશોનું પાલન જરૂરી

નવી દિલ્હી તા. ૧૬ : કેન્દ્ર સરકારે એસસી-એસટીને બઢતીમાં આરક્ષણ માટે લીલી ઝંડી આપી દીધી છે. સરકારે સત્ત્।ાવાર રીતે નિર્દેશ આપતા તમામ રાજયો અને મંત્રાલયોને કહ્યું કે એસસી અને એસટી કવોટામાં પ્રમોશનને અમલ કરવામાં આવે. કેન્દ્ર સરકાર આ આદેશ સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યો છે. થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ઘ અપીલ કરી હતી જેમાં પ્રમોશનમાં આરક્ષણને રદ કરવામાં આવ્યું હતું.

બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી બેઠક બાદ રામ વિલાસ પાસવાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશને લઇને શંકા હતી કે આ માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ થશે કે રાજય સરકારના કર્મચારીઓ માટે પણ. મંત્રીઓની બેઠકમાં આ સ્પષ્ટ થઈ ગયું કે અનામત કેન્દ્ર અને રાજય સરકારના કર્મચારીઓ બન્ને માટે છે.

નોંધનીય છે કે, બઢતીમાં અનામતનો મુદ્દો ખૂબજ વિવાદિત રહ્યો છે. દલિતોના પક્ષ રાખનાર આ મામલે સરકાર પર સતત સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમનું માનવું છે કે સરકાર તરફથી અદાલતમાં મજબૂતીથી પક્ષ નહીં રાખવાનાં કારણે પ્રમોશનમાં આરક્ષણ નથી મળી રહ્યું. થોડા સમય પહેલા એસસી/એસટી એકટ પર સુપ્રીમ કોર્ટ દ્વારા બદલાવ કર્યા બાદ મોદી સરકાર ઘેરાયલી હતી અને પ્રમોશનમાં અનામતની માંગ નવેસરથી ફરી શરૂ થઈ હતી.(૨૧.૧૧)

(11:31 am IST)
  • ઈન્દોરમાંથી ૩૦ કરોડનું ૩૦૮ કિલો ડ્રગ્સ ઝડપાયુ : અમદાવાદ, વડોદરા, મુંબઈ, ગોવામાં સપ્લાય કરતાં હતા : ડીઆરઆઈ ટીમે ઈન્દોરમાંથી ડ્રગ્સની સપ્લાય કરતા ૧૧ શખ્સોની ધરપકડ કરી છે : આ શખ્સો પાસેથી ૩૦૮ કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે : આ શખ્સો રેવ પાર્ટીમાં અમદાવાદ, વડોદરા, મુંબઈ, ગોવામાં ડ્રગ્સની સપ્લાય કરતા હોવાનું ખુલ્યુ છે access_time 5:55 pm IST

  • રાજકોટમાં રિક્ષામાં બેસાડી પેસેન્જરને લુંટતી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા :હજુ બે શખ્શોની શોધખોળ :ભેસાણનાં યુવાનને માર મારીને 5500 રૂપિયા લૂંટી લેવાના કેસમાં પોપટપરાની ગેંગના ત્રણેયને ગાંધીગ્રામ પોલીસે દબોચી લીધા access_time 1:25 am IST

  • નિતી આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજે ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચ્યા છે. આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી, તામિલનાડુના ચંદ્રાબાબુ નાયડુ અને કેરળના મુખ્યમંત્રી પી. વિજયને ઉપરાજ્યપાલ અનિલ બેજલને પત્ર લખીને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવાની પરવાનગી માગી હતી, જેઓ ઘણા દિવસોથી ઉપરાજ્યપાલ નિવાસસ્થાને ધરણા પર બેઠા છે. આ બાબતે ઉપરાજ્યપાલ અનિલભાઈ બેજલે આ ચારેય મુખ્યમંત્રીઓને પરવાનગી આપી ન હતી, જેના લીધે મમતા બેનરજી સહિતના ચારેય મુખ્યમંત્રીઓ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી, તેમના પરિવારજનોને મળ્યા હતા. આ સમયે મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે આ ઘટના સંવેધાનિક સંકટ સમાન છે. આ બાબત પછી રાષ્ટ્રીય રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. access_time 11:04 pm IST