Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

એરટેલના યુઝર્સ માટે ધમાકેદાર ખબર, માત્ર ૯૯ રૂપિયાના પ્લાનમાં મળશે વધુ ડેટા

એરટેલના અપગ્રેડ કર્યો પ્લાન : ૨૮ દિવસની હશે વેલિડિટી

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે એરટેલ પાછલા ઘણા મહિનાઓથી પોતાના પ્લાન્સની કિંમતોમાં ઘટાડો કરવાની સાથે પેકસને અપગ્રેડ કરી રહ્યું છે. હવે એરટેલએ પોતાના ૯૯ રૂપિયાના પ્રીપેઈડ પ્લાનને અપગ્રેડ કર્યો છે. એરટેલ ૯૯ રૂપિયા વાળા પ્લાનમાં અત્યાર સુધી યુઝર્સને ૧ જીબી ડેટા મળતો હતો. પંરંતુ હવે કંપનીએ આ ડેટાને વધારી દીધો છે.

એરટેલએ પોતાના પ્લાનને સમગ્ર રીતે ડબલ કરતા એક જીબી ડેટાને વધારી દીધો છે. આ સાથે જ યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ૧૦૦ એસએમએસ પણ મફત આપવામાં આવશે. એસએમએસનો ઉપયોગ યુઝર્સ રોજ કરી શકશે.

કંપનીના આ પ્લાનની ખાસ વાત એ છે કે તેની વેલિડિટી ખૂબ વધારે છે. એરટેલ માત્ર ૯૯ રૂપિયામાં ૨૮ દિવસની વેલિડિટી આપી રહ્યું છે. પ્લાનમાં ડેટા સાથે યુઝરને ૨૮૦૦ એસએમએસ આપવામાં આવશે. આ સાથે જ ૨ જીબી ડેટા ૨૮ દિવસ માટે હશે. તો મહિના સુધી ગમે તેટલી વાત કરી શકો છો. આ પહેલા એરટેલએ૧૪૯ રૂપિયાના પ્લાનને અપગ્રેડ કર્યો હતો. તો જિયોનો પણ એક પ્લાન તેની આસપાસ આવે છે.

જિયોના પ્લાનની વાત કરીએ તો તે ૯૮ રૂપિયાનો છે. આ પ્લાસમાં જિયો યુઝર્સને ૨ જીબી ૪હ્વક ડેટા મળે છે. ડેટા સાથે યુઝર્સને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. પરંતુ જિયો ૨૮ દિવસ માટે માત્ર ૩૦૦ એસએમએસની સુવિધા આપે છે. આ પ્લાનની વેલિડિટી ૨૮ દિવસોની છે.

(10:14 am IST)