Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

લોકસભા ચૂંટણી સુધી કર્ણાટકમાં ગઠબંધન સરકાર સ્થિરતાથી કામ કરશે ;કુમારસ્વામી

ઓછામાં ઓછા એક વર્ષ સુધી કોઈ મને સ્પર્શી નહીં શકે ;રાજ્યના હિતમાં નિર્ણય લેવાશે

 

બેંગલુરૂઃ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર અંગે કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019 સુધી ઓછામાં ઓછાં એક વર્ષ સુધી તો તેઓ કર્ણાટકનાં CM રહેશે.અને, ગઠબંધન સરકાર સ્થિરતાની સાથે સાથે કામ કરતી રહેશે.

  કુમારસ્વામીએ જણાવ્યું કે, એક વર્ષ દરમિયાન રાજ્યનાં હિતમાં દરેક નિર્ણયો લેવામાં આવશે. દરમ્યાન એટલું કામ કરવામાં આવશે કે બાદમાં રાજ્ય સરકારનાં કામ ગણાવવામાં આવે. લોકોને એવું કહેવાની પણ જરૂર નહીં પડે કે લોકોએ કેટલું કામ કર્યું.

   અત્રે ઉલ્લેખનીય છે કે કુમારસ્વામીનું નિવેદન એવાં સમયે આવ્યું છે કે જ્યારે મંત્રીમંડળનાં વિસ્તારમાં જગ્યા નહીં મળવા પર કેટલાંક કોંગ્રેસનાં ધારાસભ્યો નારાજ થઇ ગયાં છે. મુખ્યમંત્રીએ કૃષિનું ખેડૂતોનું દેવા માફી અંગે કહ્યું કે, મામલે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

(9:10 am IST)