Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૯ થી ૧૪ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે રોબોટિક ડીઝાઇન, તથા પ્રોગ્રામીંગ શીખવાની તકઃ સિલીકોન વેલ્લી લેગો રોબોટિકસના ઉપક્રમે ૧૭ જુન, ૨૪ જુન તથા ૧૫ જુલાઇ ૨૦૧૮ના રોજ સેશનનું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ૯ થી ૧૪ વર્ષની ઉંમર સુધીના બાળકોને રોબોટીક ડીઝાઇન, પ્રોગ્રામીંગ સહિતની બાબતો અંગે શિક્ષિત કરવા તથા માર્ગદર્શન આપવા સિલીકોન વેલી લેગો રોબોટિકસ બુટકેમ્‍પના ઉપક્રમે ૧૭ જુન, ૨૪ જુન તથા ૧૫ જુલાઇ ૨૦૧૮ના રોજ સેશનનું આયોજન કરાયું છે.

જોન પિસાની કોમ્‍યુનીટી સેન્‍ટર, ૧૯૬૫૫, એલ્લેન્‍ડેલ એવન્‍યુ, સર્ટોગોગ, કેલિફોર્નિયા મુકામે બપોરે ૩ વાગ્‍યાથી ૫ વાગ્‍યા દરમિયાન યોજાનારા સેશનમાં રજીસ્‍ટ્રેશન કરાવી વિનામુલ્‍યે પ્રવેશ છે. જે માટે tinyurl.com/si/iconvalleysteam દ્વારા સંપર્ક સાધવાનો રહેશે...

આ સેશનમાં બાળકોને લેગો રોબોટિકસ ટીમમાં શામેલ થઇ લેગો રોબોટિકસ વિષે જાણકારી આપાની સાથે શ્રી સાજીવ શાહ તથા તેમના મોમ સુશ્રી મુમુક્ષા શાહ દ્વારા રોબોટિકસ ડીઝાઇન તથા પ્રોગ્રામીંગ સહિતની બાબતો અંગે માર્ગદર્શન અપાશે.

વિશેષ માહિતિ facebook.com/saratogarobotics દ્વારા મેળવી શકાશે તેવું શ્રી રિષીકુમાર દ્વારા જાણવા મળ છે.

(10:47 pm IST)