Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભાજપના વધુ છ ઉમેદવારો જાહેર :હિસારમાં કેન્દ્રીયમંત્રી બિરેન્દ્રસિંહના પુત્રને ટિકિટ

રોહતકમાં અરવિંદ શર્મા,ખજૂરાહોમાં બિષ્ણુ દત્ત શર્મા, રતલામમાં જીએસ દામોર, ધારમાં છત્તર સિંહ દરબારને ટિકીટ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે ભાજપેવધુ છ ઉમેદવારોની યાદી જાહેર કરી છે  ભાજપે આ 20મી યાદીમાં હરિયાણાના હિસારમાંથી બૃજેન્દ્ર સિંહને ટિકીટ આપી છે. બૃજેન્દ્ર સિંહ કેન્દ્રીય પ્રધાન બીરેન્દ્ર સિંહના પુત્ર છે.

  ભાજપે આ નવી યાદીમાં હરિયાણાના હિસારમાં બૃજેન્દ્ર સિંહ, રોહતકમાં અરવિંદ શર્માને ટિકીટ આપી છે. તો મધ્યપ્રદેશમાં ખજૂરાહોમાં બિષ્ણુ દત્ત શર્મા, રતલામમાં જીએસ દામોર, ધારમાં છત્તર સિંહ દરબારને ટિકીટ આપી છે. રાજસ્થાનના દૌસામાં જસકૌર મીણાને ટિકીટ આપી છે. ભાજપે હરિયાણામાં હિસારમાં કેન્દ્રીય પ્રધાન ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહને ટિકીટ આપી છે.

(12:00 am IST)