Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ફાઇનલ વર્ષ કે ટર્મની પરીક્ષા લેવા કોલેજો-યુનિવર્સિટી ખોલી શકાશે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કરેલી રજૂઆત મુજબ યુજીસીના હુકમોને આધીન રહીને દેશભરની કોલેજ અને યુનિવર્સિટીઓને ફાઇનલ વર્ષની પરીક્ષા લેવા માટે કેન્દ્રએ છૂટછાટો આપી છે.

કોરોના સંદર્ભે દિલ્હી અને મહારાષ્ટ્ર સરકારે અંતિમ વર્ષ, અંતિમ ટર્મની પરીક્ષાઓ, રદ કરી છે. યુજીસી એ ૩૦ સપ્ટેમ્બર પૂર્વે આવી પરીક્ષાઓ પૂરી કરી લેવા આદેશ આપ્યા છતાં આ બે રાજયોએ આ આદેશ કર્યા છે.

આ સમયે જ કેન્દ્ર સરકારે સુપ્રિમ સમક્ષ કબૂલાતનામું રજૂ કરતાં કહયું છે કે વિદ્યાર્થીઓની મોટી સંખ્યાના શૈક્ષણીક હિતને નજર સમક્ષ રાખી અંતિમ વર્ષ/ટર્મની પરીક્ષાઓ લેવા માટે શૈક્ષણીક સંસ્થાઓ ખોલવા માટે છૂટછાટ આપવાનું કેન્દ્રએ નકકી કર્યુ છે.

માર્ચના અંતિમ અઠવાડીયાથી સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી છે. એવા નિર્દેશો મળે છે કે સરકાર સ્કૂલો ફરી ખોલવા માટે ખાસ પ્રોસીજર તૈયાર કરી રહી છે. પરંતુ ૩૧ ઓગસ્ટે પુરા થતા પ્રતિબંધો પૂરા થયા પછી પણ તુરંત જ શૈક્ષણીક સંસ્થાઓ ખોલવાનો કોઇ જ પ્લાન નથી તેમ હિન્દુસ્તાન ટાઇમ્સન અબ્રાહમ થોમસ અને ફરીહા ઇફતીખાનના હેવાલમાં જણાવાયું છે.

અત્યારે ચાલી રહેલ અનલોક-૩ ની ગાઇડ લાઇન મુજબ આ મહિનાના અંત સુધી તો શૈક્ષણીક સંસ્થાઓ બંધ જ રહેશે.

(9:06 pm IST)